@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાાદ
અમદાવાદનાં જમાલપુર વિસ્તારમાં મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ જનાર આરોપી ની કરતૂતો સામે આવી હતી. જેમાં એલિસબ્રિજનાં ધારાસભ્ય રાકેશ શાહનાં ડ્રાઈવરનાં મોબાઈલની ચીલઝડપ કરીને ફરાર થઈ જનાર આરોપી ઝડપાઈ ગયો છે.
ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીનું નામ મોહંમદ ફઝીલ શેખ હોવાનું બહાર આવ્યું છે. આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત બહાર આવી છે કે, મોબાઈલની તફડંચી કરનાર આરોપી સાથે શાહરૂખ નામનો તેનો એક મિત્ર પણ સામેલ છે. આ બન્ને આરોપીઓએ ભેગા મળીને તો જેટલા મોબાઇલની તે જ સમયે ચીલઝડપ કરી હતી અને ફરાર થઈ ગયા હતા. પરંતુ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદની જાણ થતા તપાસ કાર્યવાહી હાથ ધરી અને સીસીટીવી કેમેરાના માધ્યમથી મોબાઈલ ની ચીલઝડપ કરનાર આરોપી મહંમદ ફઝીલ શેખ ની ધરપકડ કરવામાં સફળતા મળી છે.
આરોપીની પૂછપરછમાં અગાઉના ત્રણ ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. જેમા હાલ એલિસબ્રિજના ધારાસભ્ય ના ડ્રાઈવર ના મોબાઇલની ચીલ ઝડપનો ગુનો ઉકેલવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. ઘટનાની વિગત વાર વાત કરીએ તો, જમાલપુર મારવાડી લુહારની ચાલી ખાતે રહેતા 32 વર્ષીય અશોકભાઈ ઠાકોર છેલ્લા છ માસથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેઓ એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય રાકેશ શાહના ત્યાં પ્રાઇવેટ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેમણે તેમના મિત્રના નામે એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો. શુક્રવારે તેઓ તેમની નોકરી પતાવીને એન.આઈ.ડી થી ચાલતા આવીને જમાલપુર તરફ જતા હતા.
ત્યારે સ્મશાનની સામે આવીને તેઓ તેમના મિત્રને મેસેજ કરતા હતા ત્યારે બાઇક પર બે શખ્સો આવ્યા હતા. જે અશોકભાઈના હાથમાંથી 30 હજારનો ફોન લૂંટી NID તરફ ભાગી ગયા હતાં. અશોકભાઈએ હવેલી પોલીસને જાણ કરતા સમગ્ર મામલે હવેલી પોલીસે આ અંગે ગુનો નોંધી બ્રિજ પરના સીસીટીવી ફુટેજની મદદથી આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા. અને ગણતરીના દિવસોમાં જ નરેશ ભુજના ધારાસભ્ય રાકેશ શાહ ના ડ્રાઈવર નો મોબાઈલ નાર આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે.
Ahmedabad: કોર્પોરેશનનાં ઈલેક્શન પહેલા સ્થાનિકોમાં રોષ
Ahmedabad: સરખેજનો ટપોરી અમીન મારવાડી વધુ એક કાયદાનાં કૂંડાળામાં ફસાયો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
