Patan News/ પાટણ સમીના ખોડિયાર ધામ ખાતે લોકમેળામાં દારૂના વેચાણને લઈ ઠાકોર સેના પ્રમુખના આક્ષેપ

મેળામાં દારૂના કારણે ધમાલ થતી હોય છે,

Top Stories Gujarat Breaking News

Patan News: પાટણ(Patan)ના સમીના સુપ્રસિદ્ધ ખોડિયાર ધામ (Khodiyar Dham) ખાતે મેળો યોજાશે. વરાણાના ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખે દારૂ(Liquor)ના દુષણને લઈ નારાજગી દર્શાવી ગંભીર આક્ષેપ કર્યા છે. જેનો વીડિયો વાયરલ (Video Viral) થતાં દારૂની પ્રતિબંધીને લઈ સવાલો ઊભા થયા છે.

પાટણ જીલ્લાના સમીના સુપ્રસિદ્ધ વરાણા ખોડિયાર ધામ ખાતે દર વર્ષે મહા સુદ એકમથી પૂનમ સુધી ભાતિગળ લોકમેળો યોજાય છે. વરાણાના ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખે દારૂના વેચાણને લઈ નારાજગી દર્શાવી હતી. ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખે દારૂના દૂષણને લઈ ગંભીર આક્ષેપ કર્યા હતા. વરાણા ગામમાં બેફામ દારૂનું વેચાણ થતો હોય તેવો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં સામે આવ્યું કે મેળામાં દારૂના કારણે ધમાલ થતી હોય છે, નાના બાળકો, મહિલાઓ પણ મેળામાં આવતા હોય છે ત્યારે દારૂના વેચાણના કારણે વાતાવરણ દૂષિત થાય તેવી સંભાવનાઓ વધી જાય છે. રાજ્યમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ હોય તો લોકમેળામાં પણ દારૂનું વેચાણ કઈ રીતે થાય…પ્રશાસન, પોલીસ તંત્રએ આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં માગ ઉઠી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પાટણ જિલ્લા કલેક્ટરની પસંદગી

આ પણ વાંચો:પાટણ અને સિદ્ધપુરમાં પ્રતિબંધિત ગ્લુ ટેપનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો:પાટણમાં હાઈટેક ટોળકીએ 14 સ્થળોએ છેતરપિંડી આચરતા થઈ ધરપકડ