Patan News: પાટણ (Patan) અને સિદ્ધપુરમાં (Siddhpur) પ્રતિબંધિત ગ્લુ ટેપ(Glue Tap)નો જથ્થો SOGની ટીમે કટલરીની દુકાનમાંથી ઝડપ્યો છે. તિરૂપતિ માર્કેટમાં આવેલી કટલરીની દુકાનમાં એસઓજીએ બાતમીના આધારે રેડ પાડી હતી. દુકાનના માલિકો સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
પાટણ અને સિદ્ધપુરમાં પ્રતિબંધિત ગ્લુ ટેપનો જથ્થો જપ્ત કર્યો છે. ટેપનો ઉપયોગ ઉંદરોને પકડવા માટે થાય છે, ગ્લુ ટેપ બોર્ડ પર ઉંદર ચોંટી જતા મૃત્યુ પામે છે, જે જીવહિંસાનો ગુનો બને છે. પાટણ તિરુપતિ માર્કેટમાં આવેલ ફેમસ કટલરીની દુકાનમાંથી SOGએ બાતમીના આધારે રેડ કરી કટલરીની દુકાનમાંથી રૂપિયા 9000ના 90 નંગ જપ્ત કર્યા હતા.

પોલીસે માલિક જાનીશકુમાર પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ સિધ્ધપુર ઝાંપલીપોળમાંથી પણ ગ્લુ ટેપ બોર્ડનો જથ્થો ઝડપાયો છે. દુકાનના માલિક કમલેશ મોઢ સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે. બંન્ને આરોપી સામે ન્યાય સંહિતાની કલમ-223 હેઠળ ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો:રાજકોટમાં નકલી બીડીનું કારખાનું ઝડપાયું, SOGએ કરી કાર્યવાહી
આ પણ વાંચો:પાટણમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, SOGએ કરી ધરપકડ
આ પણ વાંચો:પાટણમાં SOGની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો પર્દાફાશ
