Rajkot News/ રાજકોટમાં નકલી બીડીનું કારખાનું ઝડપાયું, SOGએ કરી કાર્યવાહી

ફેક્ટરીમાં મોટી માત્રમાં નકલી બીડી બનાવવાનો કાચો માલ અને મશીનરી મળી આવી.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News : રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાંથી SOG પોલીસે મોટા પ્રમાણમાં નકલી બીડી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે મળેલી બાતમીના આધારે દરોડો પાડી આ કારખાનું બંધ કરાવ્યું છે.

આ કારખાનામાંથી મોટી માત્રમાં નકલી બીડી, બીડી બનાવવાના કાચા માલ અને મશીનરી મળી આવી છે. પોલીસે આ સંદર્ભમાં એકથી વધુ શખ્સોની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ગેંગ લાંબા સમયથી નકલી બીડી બનાવીને બજારમાં વેચતી હતી. આ કારખાનામાં બનાવેલી નકલી બીડીઓને પ્રતિષ્ઠિત બ્રાન્ડના નામથી બજારમાં વેચવામાં આવતી હતી. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. લોકોમાં નકલી બીડીઓ અંગે ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM આવાસ યોજનાના નામે 20 લાખ રૂપિયા છેતરપિંડી, નકલી સચિવાલયના અધિકારી વિરુદ્ધ ફરિયાદ

આ પણ વાંચો: નવસારીમાં અસલી સરકારી અધિકારીએ નકલીની પોલ ખોલી, 40 લાખનો ફ્રોડ કરનારની ધરપકડ

આ પણ વાંચો: પાટણમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, SOGએ કરી ધરપકડ