Bhavnagar News/ ભાવનગરના પાલિતાણામાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતી સાથે દુષ્કર્મની ઘટના

સુરક્ષિત ગુજરાતમાં ક્યાંય યુવતીઓ સુરક્ષિત દેખાઈ નથી.

Top Stories Gujarat Breaking News

Bhavnagar News: ભાવનગરના પાલિતાણામાં (Palitana) લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતી સાથે દુષ્કર્મ (Rape) આચર્યાની ઘટના સામે આવતા પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

સુરક્ષિત ગુજરાતમાં ક્યાંય યુવતીઓ સુરક્ષિત દેખાઈ નથી. દિનપ્રતિદિન દુ્ષ્કર્મના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, આવી ઘટના બાદ માતાપિતાનું, પ્રિયજનનું કાળજું કંપી ઉઠે છે. ત્યારે ભાવનગર જીલ્લામાં પાલિતાણામાં યુવતી સાથે અણગમતી ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતીનું અપહરણ કરી ગૌરવ જીતુભાઇ પરમાર નામના શખ્સે દુષ્કર્મ આચર્યુ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ કરાઇ છે.

3 men tie up male friend, gang-rape 21-year-old woman in Pune- The Week

પાલિતાણા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે પાલિતાણામાં યુવતીને સમઢીયાળાના બસ સ્ટેશને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ સિડસરના યુવાને 16 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતો હતો. યુવતીના કુટુંબે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. યુવક સામે પોક્સોનો ગુનો નોંધાયો હોવાથી તેની સામે આકરી કાર્યવાહી થઈ શકે છે.

આ પહેલા ભાવનગરમાં ઘોઘામાં બનેલા બનાવમાં પડવા ગામમાં એક શખ્સે નવ વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેના કેસમાં કોર્ટે છેવટે આરોપી અજયસિંહ ગોહિલને પોક્સો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં દુષ્કર્મની ફરિયાદ, પોક્સો લગાવાયો

આ પણ વાંચો:ભાવનગરમાં કિશોરી સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા

આ પણ વાંચો:ભાવનગર : સામુહિક દુષ્કર્મમાં સગીરા પિંખાય, સગીર સહિતનાં આરોપીઓને ઝડપી લેવાયા