POSCO Case/ ભાવનગરમાં કિશોરી સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા

ભાવનગરમાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા કરવામાં આવી છે. અઢી વર્ષ અગાઉ ઘોઘામાં બનેલા બનાવમાં ઘોઘા તાલુકાના પડવા ગામમાં એક શખ્સે નવ વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેના કેસમાં કોર્ટે છેવટે આરોપીને પોક્સો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Gujarat Others Trending Breaking News
Beginners guide to 2024 04 17T113839.935 ભાવનગરમાં કિશોરી સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા

ભાવનગરઃ ભાવનગરમાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા કરવામાં આવી છે. અઢી વર્ષ અગાઉ ઘોઘામાં બનેલા બનાવમાં ઘોઘા તાલુકાના પડવા ગામમાં એક શખ્સે નવ વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેના કેસમાં કોર્ટે છેવટે આરોપીને પોક્સો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આરોપી અજયસિંહ ગોહિલને કોર્ટે સજા ફટકારી છે. તેણે માસૂમ બાળા પર વિકૃત રીતે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી સાથેના જાતીય દુર્વ્યવહાર સામે કોર્ટે આકરું વલણ અપનાવી દાખલો બેસાડ્યો છે, જેથી ભવિષ્યમાં બીજી કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરતી અચકાય. ન્યાયાધીશે જણાવ્યું હતું કે આટલી નાની યુવતી સાથે તેને બળાત્કાર કરવાનો અને આટલો વિકૃત કૃત્ય કરવાનો આવેલો વિચાર આરોપીની મનોદશા બતાવે છે. આ આરોપી સમાજમાં હરતો ફરતો રહે તે સમાજ માટે અને સમાજમાં રહેતી બાળકીઓ માટે ઘણી ખતરનાક બાબત છે. તેથી તેને ફક્ત વર્તમાન ગુનાના સંદર્ભમાં જ નહીં તે ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય કરી ન શકે તેના માટે અને આવી વિકૃતિ ધરાવતા બીજા લોકો પણ આવું કૃત્ય કરતા ફફડે તેના માટે આવી સજા કરમાવી છે. એક બાળકીનું જીવન બગાડીને કોઈ વ્યક્તિ સમાજમાં કઈ રીતે ખુલ્લો હરતો ફરતો રહી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચોઃ અમદાવાદમાં રામનવમીની ભવ્ય ઉજવણી

આ પણ વાંચોઃ વડોદરામાં રામનવમીની નીકળશે શોભાયાત્રા

આ પણ વાંચોઃ વલસાડના પારડી નેશનલ હાઇવે પર અકસ્માત, એકનું મોત અને એક ઇજાગ્રસ્ત