Ahmdabad Ramnavmi/ અમદાવાદમાં રામનવમીની ભવ્ય ઉજવણી

અમદાવાદમાં રામનવમી એટલે કે ભગવાન રામના જન્મદિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વસ્ત્રાલના રામજી મંદિરમાં તેની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. ગુજરાતના સૌથી મોટા મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે. પૂર્ણ પુરુષોત્તમ રામના દર્શન માટે ભાવિ ભક્તો ઉમટયા છે.

Top Stories Ahmedabad Gujarat Trending Breaking News
Beginners guide to 2024 04 17T111542.726 અમદાવાદમાં રામનવમીની ભવ્ય ઉજવણી

અમદાવાદઃ અમદાવાદમાં રામનવમી એટલે કે ભગવાન રામના જન્મદિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વસ્ત્રાલના રામજી મંદિરમાં તેની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. ગુજરાતના સૌથી મોટા મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે. પૂર્ણ પુરુષોત્તમ રામના દર્શન માટે ભાવિ ભક્તો ઉમટયા છે.

ભગવાન રામના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી છે. ભગવાન રામની શિલાને અયોધ્યાથી લાવવામાં આવી છે. 17 કિલોની તરતી શિલાને મંદિરમાં સ્થાપવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદમાં રીલિફ રોડ પર હાજાપટેલની પોળમાં આવેલા કાલા રામજી મંદિરમાં રામનવમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

તેમા રામનવમીના રોજ બપોરે બાર વાગે શ્રીરામ જન્મોત્સવ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેના પછી સાંજે ચાર વાગે ભગવાન રામની જન્મપત્રિકાનું વાંચન કરવામાં આવશે. ત્યારબાદ સુંદરકાંડ પાઠ થશે. સાંજે સાડા સાત વાગે સંધ્યા આરતી કરવામાં આવશે. જ્યારે રાતે આઠ વાગે ભગવાન રામના ભજન તથા જયશ્રીરામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠશે.

જ્યારે આ જ દિવસે ઇસ્કોન મંદિર 27 વર્ષ પૂરા કરવાનું હોવાથી ભવ્ય પાટોત્સવ યોજાશે. આ પાટોત્સવ છ દિવસનો રહેશે. આ પાટોત્સવ નિમિત્તે 13 એપ્રિલના રોજ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સોલારોડ પર આવેલા કાંકરિયા હનુમાન મંદિરથી ભુયંગદેવ ગુરુકુળ થઈ હિમાલયા મોલથી વસ્ત્રાપુર તળાવ થઈ માનસી ચાર રસ્તા થઈ ઇસ્કોન મંદિર પહોંચી હતી. તેમા 500થી 600 જેટલા ભાવિકોએ ભાગ લીધો હતો.

આ ઉપરાંત 17મી એપ્રિલના રોજ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભગવાનના ગર્ભગૃહને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવશે. મહોત્સવનો પ્રારંભ સવારે સાડા ચાર વાગે મંગળા આરતીથી થયો હતો. તેના પછી સાડા સાત વાગે ભગવાનની શ્રૃંગાર દર્શન આરતી કરવામાં આવી હતી.. તેમા ભગવાનને નવા વસ્ત્રો પહેરાવાયા હતા. શ્રીલ પ્રભુપાદ ગુરુની પૂજા કરવામાં આવી હતી. આઠ વાગે ભગવાન રામના ચરિત્ર પર કથા કરાઈ હતી. તેના પછી તેમના પર અભિષેક કરવામાં આવ્યો હતો. આ અભિષેક વિવિધ પ્રકારના ફળોના રસ અને પંચગવ્ય વસ્તુઓ સાથે કરવામાં આવ્યો હતો. તેના પછી બપોરના થાળમાં ભગવાનને 500થી વધુ વાનગીઓ ધરાવવામા આવશે.

રામનવમીના દિવસે બધા જ દર્શનાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીને નૌકાવિહાર કરાવવામાં આવશે. તેના પછી મંદિરના પ્રાંગણમાં ભગવાનની પાલખી કાઢવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી