Rajkot News: કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રક ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પરશોત્તમ રૂપાલાએ રેલી અને જનસભા યોજી હતી. આ જનસભામાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાએ સંબોધન કરતા કહ્યું હતું કે, ‘આજે જે ક્ષત્રિય આગેવાનો સમર્થન આપ્યો છે એ તમામનો આભાર, હું તમામ ક્ષત્રિયોને પણ નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઓ.’
ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે આંદોલન કરી રહ્યો હતો. બે દિવસ પહેલા રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં દોઢ લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. રૂપાલાએ આ ઉપરાંત ગઇકાલે પણ મોરબી ખાતે વિશાળ રેલી યોજીને જનસભા સંબોધી હતી. તેમા સુરેન્દ્રનગર બેઠક પરના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના આગેવાનો જોડાયા હતા.
આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું
આ પણ વાંચો:પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ