New Delhi : પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સંવિધાનની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દને હટાવવાની એક જનહિતની અરજી દાખલ કરી છે. જેની પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ પરંતુ જસ્ટીસ સંજીવ ખન્ના અને જસ્ટીસ દીપાંકર દત્તાની ખંડપીઠે આજે ફરીથી આ મામલાની સુનાવણી ટાળી દીધી હતી.
કોર્ટમાં જેવી સુનાવમી શરૂ થઈ અરજીકર્તાએ તેને સંવૈધાનિક મુદ્દો કહ્યો અને કહ્યું કે મિલોર્ડ આ મામલામાં જે પણ સવાલ છે, મને પુછવામાં આવે હું તેનો જવાબ આપવા માંગુ છું. જેમાં જસ્ટીસ ખન્નાએ ભાજપ નેતાને કહ્યું કે મિસ્ટર સ્વામી આ મુદ્દા પર અમે રજાઓ બાદ સુનાવણી કરીશું. આજે અમે ખૂબ દબાણમાં છીએ અને ખૂબ વ્યસ્ત છીએ. અગાઉ ફેબ્રુઆરીમાં સુનાવણી થઈ ત્યારે જસ્ટીસ ખન્નાએ પુછ્યું હતું કે શું સંવિધાનની પ્રસ્તાવનાને 42માં સંશોધન ( આ શબ્દોને સામેલ કરવા માટે કરેલા સંશોધન) પહેલા પણ સંશોધિત કરી શકાય તેમ હતું અને તે શબ્દોને અંગીકાર કરવાની તારીખને બરકરાર રાખી શકાય તેમ હતું ? ત્યારબાદ મામલાને એપ્રિલ સુધી ટાળી દેવાયો હતો.
સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની અરજીમાં જમાવ્યું છે કે ઈમરજન્સી દરમિયાન 1976 માં 42 માં લસંવિધાન સંશોધન અધિનિયમ દ્વારા સંવિધાનની પ્રસ્તાવનામાં સામેલ કરાયેલા આ બે શબ્દો (સમાજવાદી અને ધર્મનિરપેક્ષ) 1973 માં 13 ન્યાયાધીસોની પીઠ દ્વારા પ્રસિધ્ધ કેશવાનંદ ભારતી ફેંસલામાં સંવિધાનની મૂળ સંરચના સિધ્ધાંત બાબતે કરવામાં આવેલી વ્યાખ્યાનું ઉલ્લંઘન છે. સ્વામીએ પોતાની અરજીમાં તર્ક આપ્યો છે કે કેશવાનંદ ભારતી મામલા મુજબ સંવિધાનમાં સંશોધન કરવાની સંસદની શક્તિને સંવિધાનની મૂલ ભાવનાથી છેડછાડ કરવાથી રોક લગાવી દેવાઈ હતી.
સ્વામીએ તર્ક કર્યો છે કે પ્રસ્તાવનામાં આ રીતે શબ્દોની જોડવાની પ્રક્રિયા અનુચ્છેદ 368 મુજબ સંસદની સંશોધન શક્તિથી અલગ છે. અરજીમાં તેમમે કહ્યું છે કે ડો.ભીમરાવ આંબેડકરે પણ આ શબ્દોને સંવિધાનની પ્રસ્તાવનામાં સામેલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. કારણકે તે નહોતા ઈચ્છતા કે સંવિધાન નાગરિકોને તેમની રાજકીય વિચારધારાઓને તેમનાથી ઝુંટવી લેવાય અને તેની પર કોઈ પ્રકારની વિચારધારા છોપવામાં આવે.
આ પણ વાંચો: છત્તીસગઢમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 8 લોકોના મોત, 23 લોકો ગંભીરપણે ઘાયલ
આ પણ વાંચો:ED પર વધતા જોખમને લઈ ગૃહ મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણય