Rahul Gandhi - Amit Shah/ રાહુલ ગાંધીના ગૃહમંત્રી અમિતશાહ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવા બદલ સુલતાનપુર કોર્ટમાં આજે સુનાવણી

રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા મામલે આજે સુલતાનપુર કોર્ટમાં સુનાવણી થશે. સુલતાનપુર કોર્ટમાં રાહુલ ગાંધી પર અમિત શાહ પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ ચાલી રહ્યો છે.

Top Stories India
YouTube Thumbnail 2024 03 22T135730.842 રાહુલ ગાંધીના ગૃહમંત્રી અમિતશાહ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવા બદલ સુલતાનપુર કોર્ટમાં આજે સુનાવણી

રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા મામલે આજે સુલતાનપુર કોર્ટમાં સુનાવણી થશે. સુલતાનપુર કોર્ટમાં રાહુલ ગાંધી પર અમિત શાહ પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. સુલતાનપુરની એક વિશેષ અદાલતે માનહાનિ કેસમાં 20 જાન્યુઆરીએ સુનાવણી બાદ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. રાહુલ ગાંધીને 25 હજાર રૂપિયાના જામીન પર અને 25 હજાર રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.

ભાજપ નેતાએ કર્યો માનહાનિનો કેસ

ભાજપ નેતા વિજય મિશ્રાએ અમિત શાહ પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. મિશ્રાએ4 ઓગસ્ટ 2018ના રોજ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં તે સમયે રાહુલ ગાંધી કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. કેસની સુનાવણી બાદ તેમને 30-45 મિનિટ માટે કસ્ટડીમાં લેતા જામીન અરજી કરવામાં આવી હતી. જેને અદાલતે મંજૂર રાખી હતી. નોંધનીય છે કે મિશ્રા દ્વારા 4 ઓગસ્ટ, 2018 ના રોજ કર્ણાટક ચૂંટણી દરમિયાન બેંગલુરુમાં પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વિજય મિશ્રા હાલમાં ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ હતા. રાહુલ ગાંધીના નિવેદનથી વિજય મિશ્રા ખૂબ ગુસ્સે થયા હતા, ત્યારબાદ તેમણે પોતાના વકીલ મારફતે સુલ્તાનપુર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. વિજય મિશ્રાના વકીલના જણાવ્યા અનુસાર જો આ કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ પૂરતા પુરાવા મળી જાય તો રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થઈ શકે છે.

મોદી સરનેમમાં ફસાયા રાહુલ ગાંધી
જણાવી દઈએ કે આ પહેલા ગુજરાતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં દોષી ઠેરવ્યા હતા. જે બાદ રાહુલ ગાંધીને દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેમને જેલની સજા પણ કરવામાં આવી હતી. આ કારણે રાહુલ ગાંધીએ પણ વાયનાડમાંથી સાંસદ ગુમાવ્યા હતા અને તેમની ચૂંટણી લડવાની શક્યતાઓ પણ ખતરામાં હતી. પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો, ત્યારબાદ રાહુલને સંસદનું સભ્યપદ પાછું મળી ગયું. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી તાજેતરમાં મુંબઈના શિવાજી પાર્કમાં હતા. અહીંથી તેમણે સત્તાને લઈને નિવેદન આપ્યું હતું, જે બાદ બીજેપી નેતાઓએ રાહુલ ગાંધી પર ખૂબ નિશાન સાધ્યું હતું. વાસ્તવમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુ ધર્મમાં એક વસ્તુ છે, શક્તિ, મારી લડાઈ તેની સાથે છે.

એક તરફ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ દેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પહેલા EDએ કે કવિતાની ધરપકડ કરી અને હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન આજે વધુ એક કિસ્સો જોવા મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃ Holi Festival 2024/હોળી તહેવાર પર ચંદ્રગ્રહણને લઈને તહેવારની ઉજવણીમાં મૂંઝવણ, જાણો કયારે રમાશે હોળી અને કયારે થશે હોળિકા દહન

આ પણ વાંચોઃ #ISROMissions/ISROનું પુષ્પક એરક્રાફ્ટ સફળતાપૂર્વક થયું લોન્ચ, ભારતના 21મી સદીના આ એરક્રાફ્ટની જાણો ખાસિયત