ચેતવણી/ રવિશંકર પ્રસાદે સોશિયલ પ્લેટફોર્મને એલર્ટ કરતા કહ્યું- દુરૂપયોગ પર સરકાર લેશે કડક પગલા

કંપનીઓનાં બેવડા માપદંડો છોડીને દેશનાં બંધારણ અને કાયદાઓનું સંપૂર્ણ રીતે પાલન કરવું પડશે, અન્યથા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

India
PICTURE 4 140 રવિશંકર પ્રસાદે સોશિયલ પ્લેટફોર્મને એલર્ટ કરતા કહ્યું- દુરૂપયોગ પર સરકાર લેશે કડક પગલા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મનાં દુરૂપયોગથી સંબંધિત બાબતો પર સરકાર હવે કડક બની છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પડકારતા સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે, આ કંપનીઓનાં બેવડા માપદંડો છોડીને દેશનાં બંધારણ અને કાયદાઓનું સંપૂર્ણ રીતે પાલન કરવું પડશે, અન્યથા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે, સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો આદર કરે છે અને તે પણ માને છે કે તેનાથી લોકો સશક્ત બને છે. પરંતુ જો ખોટા સમાચારો ફેલાવવા અથવા હિંસા ભડકાવવા અથવા ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં જો તેનો દુરૂપયોગ કરવામાં આવે તો સરકાર કડક પગલા લેતા પીછેહઠ કરશે નહીં. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ચેતવણી આપી હતી કે, આ પ્લેટફોર્મ ચલાવતા કંપનીઓએ નિષ્પક્ષતાપૂર્વક અને દેશનાં કાયદા અનુસાર કાર્ય કરવું પડશે, નહીં તો તેમની સામે કડક પગલા લેવામાં આવશે. રવિશંકરે કહ્યું કે, જો આ કંપનીઓ બેવડા માપદંડોનું પાલન કરે છે અને દેશનાં કાયદા અથવા બંધારણનું પાલન કરશે નહીં, તો સરકાર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પીછેહઠ કરશે નહીં.

રવિશંકરે કહ્યું કે, તાજેતરમાં જ કેટલીક પોસ્ટ્સ અંગેનાં વિવાદ સંદર્ભે ટ્વિટર અધિકારીઓની સામે એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને આ અંગે ચર્ચા થઈ રહી છે. આ સિવાય એક પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું કે, તેમનું મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય મળીને આ પ્લેટફોર્મ સાથે સંબંધિત માર્ગદર્શિકાની સમીક્ષા કરી રહ્યા છે અને ટૂંક સમયમાં બધી ખામીઓ દૂર કરવામાં આવશે.

India vs China / ચીની ટેંકીની પીછેહઠ શરૂ, લદ્દાખથી સામે આવ્યા આવા Live દર્શ્યો

Political / એકવાર ફરી વિફર્યા રાહુલ ગાંધી, કહ્યુ- જવાનોની શહાદતનું સરકાર કેમ કરી રહી છે અપમાન?

Political / પ. બંગાળમાં અમિત શાહની હુંકાર, કહ્યું – મમતા પણ બોલશે ‘જય શ્રી રામ’, 5 વર્ષમાં અમે બનાવીશું..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ