Not Set/ હૈદરાબાદ ડબલ બ્લાસ્ટ કેસ : NIAની કોર્ટે બે આરોપીઓને ફટકારી ફાંસીની સજા

નવી દિલ્હી, ૨૫ ઓગષ્ટ, ૨૦૦૭ના રોજ હૈદરાબાદ કરવામાં આવેલા ડબલ બ્લાસ્ટ કેસમાં NIAની સ્પેશિયલ કોર્ટે સોમવારે ચુકાદો આપ્યો છે. ૧૧ વર્ષ બાદ પોતાનો ચુકાદો આપતા કોર્ટ દ્વારા આ કેસના બે આરોપીઓ ફાંસીની સજા ફટકારી છે જયારે એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. હૈદરાબાદ ડબલ બ્લાસ્ટ મામલે કોર્ટ દ્વારા આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ અનિક શફીક સૈયદ અને ઈસ્માઈલ ચૌધરીને […]

Top Stories India Trending
Hyderabad Dilsukhnagar 1 હૈદરાબાદ ડબલ બ્લાસ્ટ કેસ : NIAની કોર્ટે બે આરોપીઓને ફટકારી ફાંસીની સજા

નવી દિલ્હી,

૨૫ ઓગષ્ટ, ૨૦૦૭ના રોજ હૈદરાબાદ કરવામાં આવેલા ડબલ બ્લાસ્ટ કેસમાં NIAની સ્પેશિયલ કોર્ટે સોમવારે ચુકાદો આપ્યો છે. ૧૧ વર્ષ બાદ પોતાનો ચુકાદો આપતા કોર્ટ દ્વારા આ કેસના બે આરોપીઓ ફાંસીની સજા ફટકારી છે જયારે એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

હૈદરાબાદ ડબલ બ્લાસ્ટ મામલે કોર્ટ દ્વારા આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ અનિક શફીક સૈયદ અને ઈસ્માઈલ ચૌધરીને ફાંસીની સજા ફટકારી છે. જયારે તારિક અંજુમને ઉમ્ર કેદની સજા ફટકારી છે.

આ પહેલા ફારુક શરફુદ્દીન તરકશ અને મોહમ્મદ સાદિક ઈસરાર અહેમદ શેખને નિર્દોષ છોડ્યા હતા.

આ પહેલા તેલંગાણા કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ દ્વારા તપાસ દરમિયાન ૭ લોકોને આતંક ફેલાવવા માટે આરોપી બનાવવામાં આવ્યા હતા અને ત્રણ અલગ – અલગ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આ સેલ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, “આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના ફાઉન્ડર રિયાજ ભટકલ અને ઇકબાલ ભટકલ આ ધમાકાના માસ્ટરમાઈન્ડ હતા. સાથે સાથે આં આતંકવાદીઓની સાથે અનિક શફીક, મોહમ્મદ અકબર, ફારુખ શર્ફૂદ્દીન, મોહમ્મદ સાદિક શેખ અને આમિર રસૂલ ખાન શામેલ હતા.

dc Cover sjkih3ffrkk4fsk3hgbfomc632 20170309023009.Medi હૈદરાબાદ ડબલ બ્લાસ્ટ કેસ : NIAની કોર્ટે બે આરોપીઓને ફટકારી ફાંસીની સજા
national-hyderabad-double-blast-case-convicts-on-death sentence-punishment-nia court

જો કે આ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ રિયાજ ભટકલ, ઇકબાલ ભટકલ, ફારુખ શર્ફૂદ્દીન અને આમિર રસૂલ હજી પણ ફરાર છે. આ મામલે આરોપીઓની પહેલી ધરપકડ જાન્યુઆરી, ૨૦૦૯માં કરવામાં આવી હતી, ત્યારબાદ અનિક શફીક, મોહમ્મદ અકબર અને મોહમ્મદ સાદિક શેખની ધરપકડ કરવામાં આવી ચુકી છે.

૧૧ વર્ષ પહેલા થયેલા બ્લાસ્ટમાં થયા હતા ૪૨ લોકોના મોત

મહત્વનું છે કે, આજથી ૧૧ વર્ષ પહેલા હૈદરાબાદમાં થયેલા ડબલ બ્લાસ્ટમાં ૪૨ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જયારે ૫૦ થી વધુ ઘાયલ થયા હતા.  આ બે ધમાકાઓમાંથી પ્રથમ ધમાકો કોટી વિસ્તારમાં થયો હતો, જયારે બીજો બ્લાસ્ટ ટુરિસ્ટ સ્પોટ લુમ્બિની પાર્કમાં થયો હતો.