NCP-Ajit Pawar/ સીએમ ન સહી તો ડેપ્યુટી સીએમ હી સહીઃ અજિત પવારનો નવો દાવ

સીએમ પદના મહત્વાકાંક્ષી અજીત પવાર જાણે છે કે સીએમ ન બનાય તો કંઈ નહી પણ ડેપ્યુટી સીએમ તો બનીએ. અગાઉ એપ્રિલ 2023માં અજિત પવારે સ્પષ્ટપણે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Top Stories India
Ajit pawar સીએમ ન સહી તો ડેપ્યુટી સીએમ હી સહીઃ અજિત પવારનો નવો દાવ

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી મોટો ભૂકંપ આવ્યો છે. એનસીપી નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. તેઓ શિંદે સરકારમાં જોડાયા છે. તેમની સાથે 18 ધારાસભ્યો છે. તેમના નવ ધારાસભ્યોના શપથ લેવાની પણ વાત કરવામાં આવી રહી છે. આમ સીએમ પદના મહત્વાકાંક્ષી અજીત પવાર જાણે છે કે સીએમ ન બનાય તો કંઈ નહી પણ ડેપ્યુટી સીએમ તો બનીએ.

અગાઉ એપ્રિલ 2023માં અજિત પવારે સ્પષ્ટપણે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી બનવા માંગે છે અને શા માટે 2024માં તેઓ હજુ પણ મુખ્યમંત્રી પદના દાવેદાર છે. તેની સાથે તેમણે એ વાત પર પણ સવાલ ઉઠાવ્યા હતા કે 2004માં જ્યારે એનસીપીએ કોંગ્રેસ કરતા વધુ સીટો જીતી હતી ત્યારે પાર્ટીએ તેમને સીએમ પદ આપવાની તક ગુમાવી દીધી હતી. જો કે, સીએમ પદને લઈને તેમનો દાવો હજુ પણ યથાવત છે.

NCPના નવ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા જેમાં ધર્મરાવ આત્રામ, સુનીલ વલસાડ, અદિતિ તટકરે, હસન મુશ્રીફ, છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વલસે પાટીલ અને અજિત પવારનો સમાવેશ થાય છે.

એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પુણેમાં શરદ પવાર સાથે ફોન પર વાત કરી હતી. રાજકીય ઘટનાક્રમ પર નજર રાખીને, શરદ પવારે પુણેમાં જ રહેવાનો નિર્ણય લીધો છે અને તેમના તમામ નિર્ધારિત કાર્યક્રમો રદ કર્યા છે. અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે તેમના સિવાય છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વાલસે પાટીલના મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત તમામ મંત્રીઓ પણ રાજભવનમાં હાજર છે.

પવારે રાજીનામું આપવાની ઓફર કરી હતી
આ અઠવાડિયાની શરૂઆતમાં, એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીએ તેમના રાજીનામા અંગે ચર્ચા કરી હતી અને પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે બે મહિનામાં અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ 25 જૂને તેમના કાકા અને એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે પાર્ટી અજિત પવારની માંગ પર નિર્ણય લેશે.
રાઉતે આ દાવો કર્યો હતો
શિવસેના (UBT) નેતા સંજય રાઉતે તાજેતરમાં દાવો કર્યો હતો કે NCP નેતા અજિત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. આ પછી તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું. હકીકતમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે અજીતની મુલાકાતના સમાચાર સામે આવ્યા હતા, ત્યારબાદ રાઉતે આ દાવો કર્યો હતો.

 

આ પણ વાંચોઃ NCP-Ajit Pawar/ મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપઃ પવારની એનસીપી તૂટી, અજીત પવાર જોડાશે શિંદે સરકારમાં

આ પણ વાંચોઃ Letter Bomb/ છોટાઉદેપુરના કલેક્ટર સ્તુતિ ચારણ પર પડ્યો ભાજપના સાંસદનો લેટરબોમ્બ

આ પણ વાંચોઃ Train Cancelled/ ભારે વરસાદના લીધે વડોદરા ડિવિઝનની 14 ટ્રેનો રદ

આ પણ વાંચોઃ Mayawati’s Big Statement/ માયાવતીનું મોટું નિવેદન ‘BSP યુનિફોર્મ સિવિલ કોડની વિરુદ્ધ નથી, પરંતુ ભાજપની પદ્ધતિ ખોટી છે’

આ પણ વાંચોઃ Saurashtra-Hiran Dam/ સૌરાષ્ટ્રમાં ગીરનો હિરણ ડેમ ભરાવવાની તૈયારીમાંઃ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ