Not Set/ બુટાલ ગામે રસ્તામાંથી મળેલું પાકીટ પરત કરવા ગયેલા યુવાનો પર નોંધાઈ એટ્રોસીટીની ફરિયાદ

ધરમ કરતા ધાડ પડી યુવાનો એટ્રોસીટીની ખોટી ફરિયાદમાં ફસાયા…

Top Stories Gujarat Others
123 46 બુટાલ ગામે રસ્તામાંથી મળેલું પાકીટ પરત કરવા ગયેલા યુવાનો પર નોંધાઈ એટ્રોસીટીની ફરિયાદ

@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ

હાલમાં કોરોનાએ લોકોનાં જીવનને ખૂબ પ્રભાવિત કર્યુ છે. લોકો મદદ માંગી રહ્યા છે પરંતુ તેમને મળી રહી નથી. તેવામાં એકબીજાની મદદ માટે આગળ આવવું અને સાવચેતી રાખતા મદદ કરવી ખૂબ જરૂરી છે. આવા કપરા સમયે ઘણીવાર એવુ પણ બની જાય છે કે જે બાદ ધરમ કરતા ધાડ પડી હોય તેવુ લાગે. આવુ જ કઇંક અરવલ્લી જિલ્લાનાં ધનસુરા તાલુકામાં આવેલા બુટાલ ગામે થયુ હોવાનુ સામે આવ્યુ છે.

ઉદ્ઘાટનોનાં તાયફા: અરવલ્લીમાં કોરોના મહામારી વચ્ચે સી.આર.પાટીલનો કાર્યક્રમ યોજાયો

આપને જણાવી દઇએ કે, અરવલ્લી જિલ્લાનાં ધનસુરા તાલુકામાં આવેલા બુટાલ ગામે બે દિવસ અજીબો ગરીબ ઘટના સામે આવી છે. બુટાલ ગામે રહેતા એક યુવક ને ગામનાં જ અનુસૂચિત જાતિનાં એક શખ્સનું પાકીટ રસ્તામાં પડેલું મળ્યું હતું. જેમાં જરૂરી ડોક્યુમેન્ટ હોવાથી કેટલાક યુવાનો એ પાકીટ પરત આપવા માટે ગયા હતા. ત્યારે પાકીટનાં માલિક અને તેની પત્ની એ આક્ષેપ કર્યો કે પાકિટમાં 5 હજાર રૂપિયા હતા એ ક્યાં ગયા તમે લાવો ત્યારે યુવાનો એ જણાવ્યું કે, પાકીટમાં રહેલા રૂપિયા બાબતે અમને કંઈજ ખબર નથી, પરંતુ જે મળ્યું એ અમે માનવતાની દ્રષ્ટિ પરત આપવા આવ્યા છીએ. ત્યારે ઉશ્કેરાયેલા પાકીટ માલિક અને તેની પત્ની સહિત કેટલાક લોકો દ્વારા યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનો ને લાકડીનાં ઘા મારી ઘાયલ કર્યા હતા. ત્યારબાદ ધનસુરા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને પોલીસે બુટાલ ગામે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ પાકીટ માલિકે ધનસુરા પોલીસ મથકે 7 જણા વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધવી છે. પાકીટ પરત આપવા ગયેલા યુવકો પર ફરિયાદ નોંધાવવામાં આવતા સ્થાનિકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે. એસસી એસટી સેલ ના નાયબ પોલીસ અધિક્ષકે તપાસ શરૂ કરી દીધી છે. એટ્રોસીટી મુજબની ફરિયાદ દાખલ થતાં સમગ્ર કેસની તપાસ જિલ્લા એસસી એસટી સેલનાં નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારીએ વધુ તપાસ હાથ ધરી છે.

Untitled 1 બુટાલ ગામે રસ્તામાંથી મળેલું પાકીટ પરત કરવા ગયેલા યુવાનો પર નોંધાઈ એટ્રોસીટીની ફરિયાદ