News/ ઊનાના વડલામાં મહીલાએ ગેસનો ચુલ્લો સળગાવતા ધરના પાંચ સભ્યો આગની લપેટમાં 3 ની હાલત ગંભીર

કાતિક વાજા, ઊના ઉના શહેરના વડલા વિસ્તારમાં ગતરાત્રીના સમયે મુસ્લીમ શ્રમિક પરીવારની મહીલા ગેસનો ચુલ્લો સળગાવતા અચાનક આગ લાગતા પરીવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી જતાં તમામને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવતા જ્યાં તબીબે 3 ની હાલત ગંભીર હોવાનું જણાવતા વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરેલ જ્યારે આગની ધટના બનતા સ્થળ પર તેમજ હોસ્પીટલે લોકો […]

Gujarat
IMG 20210310 WA0046 1 ઊનાના વડલામાં મહીલાએ ગેસનો ચુલ્લો સળગાવતા ધરના પાંચ સભ્યો આગની લપેટમાં 3 ની હાલત ગંભીર
કાતિક વાજા, ઊના
ઉના શહેરના વડલા વિસ્તારમાં ગતરાત્રીના સમયે મુસ્લીમ શ્રમિક પરીવારની મહીલા ગેસનો ચુલ્લો સળગાવતા અચાનક આગ લાગતા પરીવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી જતાં તમામને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવતા જ્યાં તબીબે 3 ની હાલત ગંભીર હોવાનું જણાવતા વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરેલ જ્યારે આગની ધટના બનતા સ્થળ પર તેમજ હોસ્પીટલે લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વડાલા વિસ્તારમાં રહેતા મુસ્લીમ શ્રમિક પરીવારના ઇકબાલભાઇ રેમાનભાઇ બ્લોચ તેમના પત્નિ અલ્લારખીબેન, પુત્ર અલ્ફાઝ ઉ.વ. 16 અને બે પુત્રીઓ અકક્ષા ઉ.વ.11, અલ્સીફા ઉ.વ.13 મળી શ્રમિક પરીવારના તમામ સભ્યો પેટ્યુ રળવા મજુરી કામ કરતા હોય જેમાં ગઇકાલ તા.9 માર્ચના રોજ સવારે ધરના પાચેય સભ્યો મજુરી કામે ગયેલ હોય અને સાંજના સમયે ધરે પરત ફર્યા હતા. અને રાત્રીના રસોઇ બનાવતા પહેલા ગેસના બાટલાની પાઇપ ચુલ્લા સાથે જોડેલ હતી. અને બાદમાં પરીવારના સભ્યો ધરમાં રોજીદી વાત કરી અને નવ વાગ્યાની આસપાસ અલ્લારખીબેન ઓસરીમાં રસોઇ બનાવવા ગયેલ અને પરીવારના અન્ય સભ્યો ધરમાંજ હતા.
IMG 20210310 WA0044 ઊનાના વડલામાં મહીલાએ ગેસનો ચુલ્લો સળગાવતા ધરના પાંચ સભ્યો આગની લપેટમાં 3 ની હાલત ગંભીર
અચાનકજ અલ્લારખીબેન ગેસનો ચુલ્લો સળગાવતાની સાથેજ ગેસના બાટલાનું રેગ્યુલેટર નળી માંથી નિકળી જતા ગેસ અને આગનો સંપર્ક થતા આગ આખા ધરમાં ફેલાઇ જતા ધરના તમામ સભ્યો આગની લપેટમાં આવી જતાં ઇકબાલભાઇએ મહામુસીબતે તેમની પુત્રી અકક્ષાનાને દાઝી ગયેલ હાલતમાં બહાર કાઢેલ હતી. અને દાઝી જવાને કારણે ચિચયારીઓ થવા લાગતા આજુબાજુના લોકો એકત્ર થઇ જતા અલ્લારખીબેન તથા તેમના પુત્ર અને પુત્રી અલ્સીફાને બહાર કાઢેલ એ દરમ્યાન ધરના તમામ સભ્યો દાઝી ગયા હોય તાત્કાલીક રીક્ષામાં બેસાડી ઉના હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ જ્યાં શ્રમિક પરીવારના માતા અલ્લારખીબેન, પુત્રી અક્ષા તેમજ અલ્સીફાબેનની હાલત વધુ ગંભીર હોય ત્રણેયને તાત્કાલીક વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ આગની ધટના બનતાજ મુસ્લીમ સમાજના આગેવાનો હોસ્પીટલે પહોચી ગયા હતા.
IMG 20210310 WA0047 ઊનાના વડલામાં મહીલાએ ગેસનો ચુલ્લો સળગાવતા ધરના પાંચ સભ્યો આગની લપેટમાં 3 ની હાલત ગંભીર
ગેસના બાટલામાંથી આગની ધટના બની ત્યારે સામે રહેતા અયુબભાઇ જાલોરીએ જણાવેલ કે હું મારા દિકરાને તેડીને ઉભો હતો. ત્યારે અચાનક આગને જોઇ તાત્કાલીક દોડી ગયેલ અને ધરમાં તમામ સભ્યો ઓળખાતા પણ ન હોય તેવા દાઝી ગયેલા હતા. તેમને જોતાજ હું ગભરાઇને તાત્કાલીક મારી રીક્ષામાં બેસાડીને હોસ્પીટલે પહોચાડી દીધેલ. રસ્તા પર બંપના કારણે અડધી કલાક જેટલો સમય લાગતો હોય પરંતુ મે 5 થી 7 મીનીટમાં હોસ્પીટલે સારવાર માટે પહોચાડી દીધા હતા.
વડાલા વિસ્તારમાં આગની ધટનામાં મુસ્લીમ શ્રમિક પરીવારના પાંચ સભ્યો દાઝી જતા પૂર્વ નગર સેવક માસુમભાઇ તથા સેવાભાવી યુવાનો હોસ્પીટલે દોડી ગયા હતા. જ્યા શ્રમિક પરીવારને સારવારમાં મદદ કરી હતી. મુસ્લીમ પરીવારના પાંચ સભ્યો આગ અને ગેસનો સંપર્ક થતા દાઝી ગયેલ ત્યારે જે ગેસના બાટલા માંથી રેગ્યુલેટર નિકળી આગ લાગેલ તે બાટલો ધરમાં સહી સલામત જોવા મળેલ.આગની ધટનામાં મુસ્લીમ પરીવારની ધરવખરીને વ્યાપક નુકશાન થવા પામેલ હતું.