કોરોના/ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કમળ ખીલ્યું અને હવે કોરોનાનો વારો

૨૪ કલાકમાં સંક્રમિતોનો આંકડો પહોચ્યો ૭૦૦ની નજીક ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ચુંટણીનો ગરમાવો હતો. જે પૂર્ણ થતા જ કોરોનાના કેસનો માહોલ શરૂ  થઈ ગયો છે. સ્થાનિક સ્વરાજની ચુટણી બાદ કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસમાં  ઉછાળો આવ્યો છે. જેમાં એક જ દિવસમાં ૯૦ કેસ વધ્યા છે. ગઈકાલે જે કેસનો […]

Ahmedabad Gujarat
download 2 સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કમળ ખીલ્યું અને હવે કોરોનાનો વારો

૨૪ કલાકમાં સંક્રમિતોનો આંકડો પહોચ્યો ૭૦૦ની નજીક

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ચુંટણીનો ગરમાવો હતો. જે પૂર્ણ થતા જ કોરોનાના કેસનો માહોલ શરૂ  થઈ ગયો છે. સ્થાનિક સ્વરાજની ચુટણી બાદ કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસમાં  ઉછાળો આવ્યો છે. જેમાં એક જ દિવસમાં ૯૦ કેસ વધ્યા છે. ગઈકાલે જે કેસનો આંકડો ૫૮૫ પર હતો તે વધીને હવે ૬૭૫ પર પહોચ્યો છે.

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં ૯૦ કેસ વધ્યા છે. જયારે ગઈકાલે ૫૮૫ કેસ નોધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬૭૫ કેસ નોધાયા છે. આજે ૪૮૪ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાથી એકપણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી.  એકતરફ રાજ્ય સરકાર દ્વારા વેક્સીનેસન ઝડપી બનાવ્યું છે તે જ ઝડપથી કોરોનાનો પ્રકોપ પણ વધી રહ્યો છે.