PM અને CM વચ્ચે શું થઇ ચર્ચા?/ CM ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા દિલ્હી, PM મોદી સાથે કરી બેઠક

આજે એટલે કે શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક દિલ્હી પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Top Stories Ahmedabad Gujarat
Untitled 9 CM ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા દિલ્હી, PM મોદી સાથે કરી બેઠક

આજે એટલે કે શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક દિલ્હી પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવીએ કે, આ બેઠક આશરે 25 મિનિટ સુધી ચાલી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત આવવા  રવાના થયા હોવાની માહિતી મળી રહી છે. મુખ્યમંત્રી પટેલ બપોરે 2.15 કલાકે ગરવી ગુજરાત ભવનથી નીકળી એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી બપોરે 3.30 કલાકે ફ્લાઈટ ગુજરાત પરત આવવા રવાના થયા છે.

વડાપ્રધાન સાથેની આ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલી રહેલા હનુમાન મંદિર વિવાદ પર ચર્ચા થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય એક રાષ્ટ્ર એક ચૂંટણી પર પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. જો કે, જ્યારે મુખ્યમંત્રી વર્તૃળ આ વાતને નકારી રહ્યા છે, ત્યારે આ અચાનક મીટિંગને લઈને ઘણી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે પીએમ મોદી સાથે મુલાકાત બાળા મુખ્યમંત્રીએ ટ્વીટ કરી માહિતી આપતા કહ્યું, આજે નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાતનો અવસર ખૂબ ઊર્જામય રહ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા કરીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા

 આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

 આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત

 આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા