ક્રાઈમ/ સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા

સુરત શહેર ગુજરાતનું પ્રમુખ ઔદ્યોગિક શહેર છે. સુરત શહેરની વસ્તી 80 લાખ કરતા પણ વધારે છે. ત્યારે ભારતના અલગ અલગ રાજ્યના લોકો મોટી સંખ્યામાં સુરત આવીને સ્થાયી થયા છે.

Gujarat Surat
Untitled 193 6 સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા

@અમિત રૂપાપરા 

સુરત શહેર ગુજરાતનું પ્રમુખ ઔદ્યોગિક શહેર છે. સુરત શહેરની વસ્તી 80 લાખ કરતા પણ વધારે છે. ત્યારે ભારતના અલગ અલગ રાજ્યના લોકો મોટી સંખ્યામાં સુરત આવીને સ્થાયી થયા છે. મોટાભાગના લોકો રોજીરોટી માટે સુરતમાં આવીને રહે છે. ત્યારે સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા પાસાના કાયદાનો અમલ પણ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ શહેરની જેલમાં મોકલવામાં પણ આવ્યા છે. ખાસ કરીને મિલકત સંબંધીત અને શરીર સંબંધીત ગુનાઓમાં અને તેની સાથે સાથે મહિલા અને બાળકીઓ પર જાતીય સતામણીના કે, પછી બળાત્કારના ગુનાઓ કરનારાની સાથે સાથે પ્રોહીબિશન, જુગાર અને વ્યાજખોરિ જેવી પ્રવૃત્તિ અંકુશમાં રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવે છે.

સુરત શહેર પોલીસ દ્વારા ગંભીર પ્રકારના ગુના આચરતા વધુ 10 ઇસમોને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે. આ 10માં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. સુરત શહેર પોલીસ દ્વારા વર્ષ 2023ના ઓગસ્ટ સુધીમાં 709 લોકો વિરુદ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા 2023ના ઓગસ્ટ માસ દરમ્યાન ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત 10 ઈસમોને રાજ્યની અલગ અલગ જેલમાં પાસા હેઠળ મોકલવામાં આવ્યા છે.

આ 10 ઇસમોમાં સુરતના અમરોલી વિસ્તારના શાહ નવાજ ઉર્ફે ઈસ્માઈલ શેખને વડોદરાની જેલમાં મોકલવામાં આવ્યો છે, જહાંગીરપુરાના સુનિલ રાઠોડને મહેસાણાની જેલમાં મોકલવામાં આવ્યો છે, વિનોદ ઉર્ફે કોલુ રમેશ રાઠોડને મહેસાણાની જેલમાં મોકલવામાં આવ્યો છે, ભટારના જાનેન્દ્ર ઉર્ફે જનેન્દ્ર પૂનમચંદ્ર હોતાને અમદાવાદની જેલમાં મોકલવામાં આવ્યો છે, અલ્થાણની હીના ખાલી ડાકુવાને અમદાવાદની જેલમાં મોકલવામાં આવ્યો છે. પરેશ છના રાઠોડને નડિયાદની જેલમાં મોકલવામાં આવ્યો છે.  સુનિલ ભાણાભાઈ રાઠોડને વડોદરાની જેલમાં મોકલવામાં આવ્યો છે. વસંત ઉર્ફે બસંત અભિમન્યુ ભુયાનને અમદાવાદની જેલમાં મોકલવામાં આવ્યો છે. સુશીલ સંતોષ પાટીલને વડોદરાની જેલમાં મોકલવામાં આવ્યો છે અને મહિલા આરોપી આશા નામદેવ નિકમને અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવી છે. કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત શહેર પોલીસે છેલ્લા 5 વર્ષમાં પાસા હેઠળ કરેલી કાર્યવાહીની વાત કરવામાં આવે તો વર્ષ 2019માં 191 માથાભારે, 224 બુટલેગરો,બે અન્ય ગુના મળી 417 લોકો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત વર્ષ 2020માં 324 માથાભારે, 172 બુટલેગરો, ચાર જાતિય સતામણીમાં સંડોવાયેલા આરોપીઓ, 12 જુગારીઓ, 3 સાયબર ક્રાઇમના આરોપીઓ, 4 મની લેન્ડિંગના આરોપીઓ, જ્યારે 7 અન્ય ક્રુરતાપૂર્વકના ગુનાના મળી 526 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

સાથે જ વર્ષ 2021માં 380 માથાભારે, 221 બુટલેગર, 25 જાતિય સતામણી, 7 જુગારીઓ, 5 સાઈબરક્રાઇમના આરોપીઓ, 1 મની લેન્ડિંગના આરોપી, એક અન્ય ગુનાના આરોપી મળી કુલ 640 આરોપીઓની પાસા હેઠળ કાર્યવાહી કરવા આવી છે. વર્ષ 2022ની વાત કરવામાં આવે તો માથાભારે 307 આરોપીઓ, 221 બુટલેગરો, 25 જાતિય સતામણીના આરોપીઓ, 14 જુગારીઓ,4 સાયબર ક્રાઇમના આરોપીઓ, 6 મની લેન્ડિંગના આરોપીઓ સહિત અન્ય 7 ગુનાના મળી કુલ 560 આરોપીઓ વિરોધ પાસા હેઠળ  કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત વર્ષ 2023માં 339 માથાભારે આરોપીઓ, 303 બુટલેગરો, 20 જાતીય સંતામણીના આરોપીઓ, 17 જુગારીઓ, 3 સાયબર ક્રાઈમ ના આરોપીઓ, 22 મની લેન્ડિંગના આરોપીઓ, જ્યારે 3 અન્ય ગુના સહિત 2 દેહ-વેપારના ધંધા સાથે સંકળાયેલા 2 આરોપીઓ મળી કુલ 709 જેટલા આરોપીઓને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો