સુરત/ સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

નવસારીના સાંસદ સી.આર. પાટીલ સાહેબના અધ્યક્ષપણા હેઠળ એક બેઠક રાખવામાં આવી હતી. દિલ્હી મુંબઈ જે એક્સપ્રેસ હાઈવે બનવાનો છે તેની અંદર નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો, તાપી જિલ્લો નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લો તેની અંદર જે જમીનો જાય છે

Gujarat Surat
Untitled 150 1 સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

@અમિત રૂપાપરા 

સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતમાં અગત્યની બેઠક મળી હતી. સુરતના સર્કિટ હાઉસ ખાતે આ બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રી મુકેશ પટેલ, સાંસદ સી.આર. પાટીલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ડાંગ, તાપી, નવસારી અને સુરત જિલ્લા કલેકટર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના વિકાસના રોડ મેપને લઈ ચર્ચા કરાઈ હતી. એક્સપ્રેસ હાઇવેમાં નડતરરૂપ મુદ્દાઓ અને ખેડૂતોના મુદ્દાઓને લઈ બેઠકમાં ચર્ચા થઇ હતી. ઉપરાંત ડુંમસ અને ઉભરાટ બ્રિજને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક બાદ રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ સાહેબના અધ્યક્ષપણા હેઠળ એક બેઠક રાખવામાં આવી હતી. દિલ્હી મુંબઈ જે એક્સપ્રેસ હાઈવે બનવાનો છે તેની અંદર નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો, તાપી જિલ્લો નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લો તેની અંદર જે જમીનો જાય છે અને તેને સંપાદન માટે કોઈપણ અડચણ ન થાય તેના માટે તમામ અધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. આ કામગીરી ઝડપથી પૂરી થાય અને લોકોના સાથ સહકારથી પૂરી થાય તે માટે બેઠક બોલાવાય હતી.

આ ઉપરાંત આભવાથી જે બ્રિજ બનવાનો છે. આભવા ઉભરાટનો તેની અંદર સુરત તરફની જે જમીન છે તેના સંપાદન માટેની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને નવસારી તરફની જે જમીન છે તેની અંદર પણ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે.Pm મોદીના સુરત પ્રવાસને લઈને મંત્રી મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તૈયારીઓ બધી પૂર્ણ થઈ ગઈ છે. અને કાર્યક્રમની ડેટ આવશે તે રીતે બધા કાર્યકર્તાઓ સજ્જ છે.

એક્સપ્રેસ હાઈવેને લઈને ખેડૂતો જમીન સંપાદનને લઈને નારાજ છે. યોગ્ય વળતર ન મળતું હોવાના ખેડૂતોના સૂર છે. ત્યારે આ બાબતે મંત્રી મુકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ખેડૂતોની મંજૂરી હોય તો જ આ કાર્યવાહી આગળ વધી શકે છે. ટૂંક સમયમાં તમામ કાર્યવાહી પૂર્ણ થઇ શકશે અને સરકારે જંત્રી વધારી હોવાના કારણે ચાર ગણો ભાવ ખેડૂતોને મળશે એટલા માટે તમામ ખેડૂતો વળતર લઈ લેશે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબની મહેનતથી નવસારી, સુરત, વલસાડ હોય આ તમામ જગ્યા ઉપર બુલેટ ટ્રેન હોય કે, એક્સપ્રેસ હાઈવે હોય તેમાં લોકોને ખૂબ પૈસા અપાવ્યા છે અને લોકોએ ખુશીથી પોતાની જમીન સંપાદન માટે આપી છે.

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો

આ પણ વાંચો:સાઈબર ક્રાઈમની ફરિયાદ બાદ સુરતની 27 હીરા કંપનીઓનાં બેન્ક ખાતા ફ્રીઝ, કરોડોના વ્યવહારો ખોરવાયા

આ પણ વાંચો:બધુજ અહીંયા સસ્તું છે ….સસ્તા હે પણ આછા હે અમદાવાદ

આ પણ વાંચો:ભરૂચમાં ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દટાયો, એકનું મોત