Kanubhai Desai/ નાણામંત્રી કનુભાઈ ભાજપના બીજા ‘પરસોત્તમ’ બન્યા

પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની ટીકાનો વિવાદ શમવાનું નામ લેતો નથી. હવે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ભાજપના બીજા પરસોત્તમ બન્યા છે. વલસાડમાં પારડીના ઓરવાડા ખાતે સમસ્ત કોળી પટેલ સમાજના કાર્યક્રમમાં કનુ દેસાઈએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સ્વ. ઉત્તમભાઈ પટેલ ચૂંટાઈ આવતા તે સમયની વાત કરીને તેમણે જણાવ્યું હતું કે કોળિયા કુટાય અને ધોડિયા ચૂંટાય.

Top Stories Gujarat Others Breaking News
Beginners guide to 13 નાણામંત્રી કનુભાઈ ભાજપના બીજા 'પરસોત્તમ' બન્યા

વલસાડઃ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની ટીકાનો વિવાદ શમવાનું નામ લેતો નથી. હવે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ભાજપના બીજા પરસોત્તમ બન્યા છે. વલસાડમાં પારડીના ઓરવાડા ખાતે સમસ્ત કોળી પટેલ સમાજના કાર્યક્રમમાં કનુ દેસાઈએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સ્વ. ઉત્તમભાઈ પટેલ ચૂંટાઈ આવતા તે સમયની વાત કરીને તેમણે જણાવ્યું હતું કે કોળિયા કુટાય અને ધોડિયા ચૂંટાય.

હવે તેમના આ નિવેદનને લઈને કોળી સમાજનો વિરોધ શરૂ થયો છે. બે અઠવાડિયા પહેલા આપેલા નિવેદનનો હવે વિરોધ થઈ રહ્યો છે. તેનો વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયોમાં નવસારી કોંગ્રેસ પ્રમુખનો હાથ લાગતા તેમણે નારાજગી વ્યક્ત કરી છે. નવસારી કોંગ્રેસ અને કોળી પટેલ સમાજના અગ્રણીઓ સાથે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્યના નાણામંત્રીના રાજીનામાની માંગ કરી છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વલસાડના પારડી તાલુકાના ઓરવાડ ખાતે બીજા અઠવાડિયા પહેલા ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે કોળી પટેલ સમાજના આગેવાનો અને સમાજના લોકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાણાપ્રધાન સ્ટેજ પરથી નિવેદન આપ્યું તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વિડીયો નવસારી કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલના હાથે લાગ્યો હતો. તેમણે તેનો વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય નાણા મંત્રે કોળી સમાજ કરેલી ટિપ્પણી અંગે તેમણે રાજીનામાની માંગ કરી હતી. શૈલેષ પટેલનું કહેવું હતું કે રાજ્યના નાણામંત્રી હોવા છતાં તેમણે કોળી પટેલ સમાજના વિરોધમાં સંમેલન કર્યુ છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.

કોળી પટેલ સમાજમાં ભાજપ સામેના વિવાદનો મધપૂડો છેડાતા નાણામંત્રીએ વાપી ખાતે ભાજપના પ્રચારમાં વિવાદાસ્પદ નિવેદન અંગે પૂછતા તેઓએ કશું કહેવાની ના પાડી હતી.

બીજી તરફ વલસાડના ધારાસભ્ય અને કોળી પટેલ પ્રગતિ સમાજના પ્રમુખ ભરત પટેલે જણાવ્યું હતું કે આ જે વિવાદ થયો તે અંગે અમારું માનવું છે કે આમા નાણામંત્રીનો સમાજને બદનામ કરવાનો કોઈ ઇરાદો નથી. આ તો વર્ષો પહેલા આપણા સાંસદ ઉત્તમભાઈ હતા ત્યારે તેઓ કહેવત કહેતા હતા તેની વાત કરી છે. તેમનો સમાજને બદનામ કરવાનો વિવાદ નથી. ચૂંટણી દેશની છે. કોળી સમાજ હંમેશા રાષ્ટ્રહિતમાં સાથે રહ્યો છે. તેથી કોળી સમાજ વડાપ્રધાન મોદી સાથે ઊભો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મૌલવીની ધરપકડનો મામલો, હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર

આ પણ વાંચો:ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા અંતિમ ચરણનો પ્રચાર શરુ કરાયો

આ પણ વાંચો:રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને મોર્નિગ કોર્ટો શરૂ કરવાની કવાયત

આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત