Not Set/ ગોધરા : બાળ સાક્ષીઓ અને પીડિતોના રક્ષણ માટે સંદેવનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અનંત એસ દવેએ ગોધરા જિલ્લા ન્યાયાલયમાં વલ્નરેબલ વિટનેસ ડિપોઝીશન સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર  બાળ સાક્ષીઓ અને પીડિતો ને રક્ષણ આપવાના હેતુ અનુસાર આ સંદેવનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેથી બાળ સાક્ષી અને પીડિત કોઈ પણ દબાણ વગર નિર્ભય રીતે […]

Top Stories Gujarat Others
ગોધરા 1 ગોધરા : બાળ સાક્ષીઓ અને પીડિતોના રક્ષણ માટે સંદેવનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અનંત એસ દવેએ ગોધરા જિલ્લા ન્યાયાલયમાં વલ્નરેબલ વિટનેસ ડિપોઝીશન સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર  બાળ સાક્ષીઓ અને પીડિતો ને રક્ષણ આપવાના હેતુ અનુસાર આ સંદેવનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેથી બાળ સાક્ષી અને પીડિત કોઈ પણ દબાણ વગર નિર્ભય રીતે જુબાની આપી શકે, તેવી વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ.

ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્યાયમૂર્તિ શ્રી અનંત એસ. દવેના વરદ હસ્તે ગોધરાના જિલ્લા ન્યાયાલય ખાતે  ‘વલ્નરેબલ વિટનેસ ડિપોઝીશન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નામદાર સુપ્રિમ કોર્ટે જાતીય ગુનાઓ સહિતના ગુનાઓમાં બાળ સાક્ષીઓ તેમજ ભોગ બનનારને બચાવ પક્ષના અનુચિત પ્રભાવ કે દબાણ સામે રક્ષણ આપવાના હેતુથી  સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ખોલવા આપેલા નિર્દેશોને અનુરૂપ આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.

સંવેદનશીલ એવા બાળ સાક્ષીઓ કે ભોગ બનનાર નિર્ભય બની કોઈ પણ જાતના દબાણ અનુભવ્યા વિના જુબાની આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં આ એક શરૂઆત છે. તેમણે ઉમેર્યું હતું કે આ બાબતે ન્યાયતંત્ર સાથે સંકળાયેલું દરેક અંગ સંવેદનશીલ બને તે જરૂરી છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને નવ નિર્મિત કેન્દ્રની કામગીરીનું નિદર્શન કરવા માટે એક મોક કેસની સુનાવણી પણ કરવામાં આવી હતી.

સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર હેઠળ બાળકને પરંપરાગત કોર્ટ જેવો અનુભવ ન થાય તે માટે તેને બાળ સાક્ષી નિવેદનકક્ષમાં બેસાડવામાં આવશે. આ બાળ સાક્ષી પ્રતિક્ષાખંડ ખાણી પીણીની ચીજવસ્તુઓ, રમકડા, સેટ ટોપ બોક્સ સાથેના ટેલિવિઝન સેટ અને બાળકોની મલ્ટી મીડિયા સામગ્રીથી સજ્જ છે. ન્યાયાધીશ, વકીલ અથવા આરોપીને બાળ સાક્ષી/ ભોગ બનનાર સાથે કોઈ પ્રત્યક્ષ કે રૂબરૂ સંપર્ક હોતો નથી. આ કક્ષમાં બેસેલ મદદગાર વ્યક્તિના માધ્યમથી અદાલત બાળ સાક્ષીને પ્રશ્ન પૂછશે. આ તમામ વ્યવહાર સાક્ષી, જુબાની કક્ષ અને કોર્ટ રૂમની વચ્ચે કરવામાં આવેલ સી.સી.ટી.વી જોડાણના માધ્યમથી કોર્ટરૂમમાં જોઈ અને સાંભળી શકાશે.

આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ શ્રી આર.એમ.છાયા અને શ્રી આર.પી.ઢોલરિયા, પંચમહાલના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી જે.આર.શાહ સહિતના જજ અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.