કોરોના અપડેટ/ દેશમાં આજે કોરોનાના નવા 20 હજારથી વધુ કેસ,70 દર્દીઓના મોત

આજે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 20,551 નવા કેસ નોંધાયા છે

Top Stories India
10 7 દેશમાં આજે કોરોનાના નવા 20 હજારથી વધુ કેસ,70 દર્દીઓના મોત

દેશમાં કોરોનાના કેસમાં  પ્રતિદિન 15 હજારથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે જે ચિંતાજનક બાબત છે, આજે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 20,551 નવા કેસ નોંધાયા છે.  21,595 દર્દીઓ કોરોના સંક્રમણથી સાજા પણ થયા છે. જ્યારે 4 ઓગસ્ટ એટલે કે ગુરુવારે દેશમાં કોરોનાના 19,893 નવા કેસ નોંધાયા હતા. પરંતુ છેલ્લા 24 કલાકમાં જ કોરોના સંક્રમિતોનો આંકડો 20 હજારને વટાવી ગયો છે સરકારી ચોપડે નોંધાયેલા   ડેટા અનુસાર દેશમાં ચેપને કારણે વધુ 70 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 5,26,600 થઈ ગયો છે

દેશમાં કોરોના દર્દીઓના 1,35,364 સક્રિય કેસ છે. જ્યારે તેની સકારાત્મકતા દર 5.14 ટકા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 52,6,600 લોકોના મોત થયા છે. આ રોગમાંથી સાજા થયા પછી રજા મેળવનારા લોકોની સંખ્યા 43,445,624 પર પહોંચી ગઈ છે. તે સુખદ છે કે ભારતમાં રસીકરણની સંખ્યા 2,05,59,47,243 ના આંકડા સુધી પહોંચી ગઇ છે.

દેશમાં દરરોજ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. અગાઉ 2 ઓગસ્ટે 13 હજાર કેસ નોંધાયા હતા. જે બાદ એવી આશંકા હતી કે કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ 3 ઓગસ્ટના રોજ સંક્રમિતોની સંખ્યામાં જોરદાર ઉછાળો આવતા 17 હજાર કેસ નોંધાયા હતા. અગાઉ 1 ઓગસ્ટના રોજ 16,464 કેસ નોંધાયા હતા અને 31 જુલાઈએ 19,673 નવા કેસ નોંધાયા હતા.