Political/ સ્ટેજ પર બોલવાની તક ન મળતા આ નેતા થયા ગુસ્સે, પછી જે કર્યુ તે જુઓ આ વીડિયોમાં

ધારાસભ્ય ઓમકાર સિંહ માર્કમ બોલવા માટે ઉભા થયા, કલેકટરે પહેલા તેમને અટકાવ્યા અને જ્યારે તેઓ ન રોકાયા તો તેમણે તેમનુ માઇક બંધ કરી દીધુ.

Top Stories India
11 96 સ્ટેજ પર બોલવાની તક ન મળતા આ નેતા થયા ગુસ્સે, પછી જે કર્યુ તે જુઓ આ વીડિયોમાં

ડિંડોરી જિલ્લાનાં ગામમાં મંગળવારે રાજ્યપાલ સામે રાજકારણનું શરમજનક નાટક થયું હતુ. જલદી જ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઓમકાર સિંહ માર્કમ બોલવા માટે ઉભા થયા, કલેકટરે પહેલા તેમને અટકાવ્યા અને જ્યારે તેઓ ન રોકાયા તો તેમણે તેમનુ માઇક બંધ કરી દીધુ. જે બાદ કોંગ્રેસ અને ભાજપ બંને કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. જણાવી દઇએ કે, રાજ્યપાલ મંગુભાઈ પટેલ મંગળવારે ડિંડોરી જિલ્લાનાં વનગ્રામ ચંદા પહોંચ્યા હતા.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં કોરોનાનાં Active કેસોની સંખ્યામાં થયો ઘટાડો, રિકવરી રેટ પણ વધ્યો

મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન બોલવાની તક ન મળતા કોંગ્રેસનાં ધારાસભ્ય ઓમકાર સિંહ માર્કમ ગુસ્સે થયા હતા. આ કાર્યક્રમ ડિંડોરી જિલ્લામાં યોજાઈ રહ્યો હતો અને આ દરમિયાન રાજ્યનાં રાજ્યપાલ મંગુભાઈ પટેલ પણ હાજર હતા. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ધારાસભ્ય માર્કમ એમ કહેતા સાંભળવા મળે છે કે તમે રાજ્યપાલ છો. તે તમારી જવાબદારી છે કે તમારે દરેકને સાથે લઇને ચાલવાનુ છે. એવું કહેવાય છે કે, રાજ્યપાલ મંગુભાઈ પટેલ ડિંડોરી જિલ્લામાં તેમના બે દિવસનાં રોકાણ દરમિયાન મંગળવારે બૈગાચક વિસ્તારનાં ચાડા ગામ પહોંચ્યા હતા. અહીં વહીવટીતંત્રએ સરકારી યોજનાઓનાં લાભાર્થીઓ માટે રાજ્યપાલનાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન રાજ્યપાલે રાજ્યસભાનાં સભ્ય અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નાં નેતા સંપતિયા ઉઇકેનાં સંબોધન બાદ સભાને સંબોધી હતી. આ પછી આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસનાં ધારાસભ્ય અને રાજ્યનાં પૂર્વ મંત્રી ઓમકાર સિંહ માર્કમ ઉભા થયા અને સ્પીકર સાથે જનતાને સંબોધવાનું કરવાનુ શરૂ કર્યું.

https://twitter.com/IncOmkarSingh/status/1445433957193895940?s=20

આ પણ વાંચો – IPL 2021 / આ ખેલાડીની ઈજા BCCI માટેે બન્યુ Tension નું કારણ, ઈન્જેક્શન લીધા વિના નથી કરી શકતો બોલિંગ

દરમિયાન, વહીવટી અધિકારીઓએ માઇક અને સ્પીકર બંધ કરી દીધા, જેના કારણે માર્કમ ગુસ્સે થયા હતા. માર્કમે કહ્યું કે, જ્યારે રાજ્યસભાનાં સાંસદને કાર્યક્રમમાં બોલવાની તક આપી શકાય છે, ત્યારે તેમને બોલવાની તક કેમ આપવામાં આવી નથી? આ દરમિયાન વહીવટી અધિકારીઓએ ધારાસભ્યને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ ધારાસભ્યનાં સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ શરૂ કર્યા, જે બાદ પોલીસ અધિક્ષક સંજય સિંહ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓએ માર્કમને સમજાવ્યા અને શાંત કર્યા. જો કે, વિવાદ ઉકેલાયા બાદ તેમણે રાજ્યપાલ સાથે મળીને યોજનાનાં લાભાર્થીઓ સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા.