Cold blooded/ સ્કૂલ સંચાલકોના સ્કૂલનું જ સ્વેટર પહેરવાના નિયમે મારી દીકરીનો જીવ લીધોઃ માતા

મારી પુત્રીના મોત માટે રાજકોટની જસાણી સ્કૂલ છે જવાબદાર મારી પુત્રીની તબિયત બગડી હોવા છતાં તેને ક્લાસરૂમમાં બેસાડી સ્કૂલવાળાઓએ માનવતા નેવે મૂકતા પુત્રીને ન તો દવાખાને લઈ ગયા કે 108 બોલાવી Cold blooded રાજકોટમાં જસાણી સ્કૂલના સંચાલકોના આકરા નિયમોના પગલે વિદ્યાર્થીનીનું મોત થયું હોવાનો દાવો તેની માતાએ કર્યો છે. Cold blooded માતાએ જણાવ્યું હતું કે […]

Top Stories Gujarat
Cold blooded
  • મારી પુત્રીના મોત માટે રાજકોટની જસાણી સ્કૂલ છે જવાબદાર
  • મારી પુત્રીની તબિયત બગડી હોવા છતાં તેને ક્લાસરૂમમાં બેસાડી
  • સ્કૂલવાળાઓએ માનવતા નેવે મૂકતા પુત્રીને ન તો દવાખાને લઈ ગયા કે 108 બોલાવી

Cold blooded રાજકોટમાં જસાણી સ્કૂલના સંચાલકોના આકરા નિયમોના પગલે વિદ્યાર્થીનીનું મોત થયું હોવાનો દાવો તેની માતાએ કર્યો છે. Cold blooded માતાએ જણાવ્યું હતું કે સ્કૂલ યુનિફોર્મના ભાગરૂપે ફરજિયાતપણે મારી પુત્રી રિયા સોનીને (Riya Soni) પાતળુ સ્વેટર પહેરવું પડતું હતું, તેના લીધે તે ઠંડીમાં ઠૂંઠવાઈ ગઈ મૃત્યુ પામી હતી.

રાજકોટની (Rajkot) જસાણી સ્કૂલમાં (Jasani School) ભણતી રિયા સોની નામની વિદ્યાર્થીનીનું ચાલુ ક્લાસમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાથી તમામ વાલીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. માતાએ જણાવ્યું હતું કે મારી દીકરીને કોઈ જ તકલીફ ન હતી. તે એકદમ સ્વસ્થ હતી. ઠંડીના જાહેરનામા છતાં પણ સ્કૂલવાળા દ્વારા સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. દીકરીની તબિયત ખરાબ થઈ ત્યારે પણ તેને હોસ્પિટલ લઈ જવાના બદલે તેને ક્લાસરૂમમાં બેસાડી રાખવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયન મહિલાએ તીર મારવા માટે પગનો ઉપયોગ કર્યો, તોડ્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ

તેની માતાએ સ્કૂલ પર આરોપ મૂક્યો છે કે તેની પુત્રીના મોત માટે જસાણી સ્કૂલ જવાબદાર છે. સ્કૂલના સંચાલકોના નિયમ મુજબ સ્કૂલનું જ પાતળુ સ્વેટર પહેરવું પડ્યુ છે. વિદ્યાર્થીનીના કુટુંબીજનોએ પણ જણાવ્યું હતું કે હાલમાં કાતિલ ઠંડીના પગલે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં પણ સ્કૂલે સ્કૂલના ટાઇમિંગ બદલવાની જરા પણ તસ્દી લીધી ન હતી.

આ પણ વાંચોઃ તાલિબાનીઓએ ટ્વિટરની બ્લૂ ટિક ખરીદવાનું કર્યું શરૂ,જાણો વિગત

ફક્ત એટલું જ નહી શાળા સંચાલકો દ્વારા ફરજિયાત તેના ડ્રેસ કોડ મુજબનું જ સ્વેટર પહેરવા માટેનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. અમારી દીકરીની તબિયત બગડી ત્યારે તેને દવાખાને કે હોસ્પિટલ લઈ જવાના બદલે ક્લાસરૂમમાં બેસાડી રાખી હતી. ફક્ત એટલું જ નહી તેમણે 108 બોલાવવાની પણ તસ્દી લીધી ન હતી. આ ઘટનાની જાણ થતા અમે તુરત જ સ્કૂલે પહોંચ્યા અને દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. અમારી દીકરી સ્વસ્થ હતી એટલે તો સ્કૂલે મોકલી હતી. આ તો હવે સ્કૂલનો વાંક આવ્યો એટલે તે અમારી દીકરીની બીમારીના નામે પોતાનો બચાવ કરી રહી છે. તેઓએ માનવતા નેવે મૂકતા કમસેકમ 108ને બોલાવવાની પણ તસ્દી લીધી ન હતી.

આ પણ વાંચોઃ

ન્યૂઝીલેન્ડ ભારતમાં 34 વર્ષથી વન-ડે સિરીઝ જીત્યું નથી

બીએસએફે પાક.નું શસ્ત્રો લઈ આવતું ડ્રોન તોડી પાડ્યુ

આજે ચૂંટણી પંચ આ ત્રણ રાજયોની ચૂંટણીની તારીખ જાહેર કરશે,જાણો