સફળતા/ ઊંટડીના દુર્ગંધમુક્ત દૂધમાં કચ્છને સફળતા, જાણો ક્યાં ગામમાં થયો દેશનો પહેલો સફળ પ્રયોગ

ઊંટની ઉપયોગીતા રણમાં તો છે પણ હવે વૈશ્વિકસ્તરે વધી ગઇ છે, મેડિકલ ક્ષેત્રે પ્રમાણિત થયું છે કે ઊંટના દૂધમાં ‘ઇન્સ્યુલિન’નું પ્રમાણ ભારે વધુ હોવાથી જો મધુપ્રમેહથી પીડિત વ્યક્તિ ઊંટડીના દૂધનું સેવન કરે તો ડાયાબિટીસ પણ અંકુશમાં આવી જાય છે.

Gujarat Others
ઊંટડીના

કચ્છના અંજાર ખાતે આવેલા પ્રોસેસિંગ કેન્દ્રને ઊંટડીના દૂધમાંથી  દુર્ગંધમુક્ત કરવામાં સફળતા મળી હતી.આ રાષ્ટ્રનું પ્રથમ તથા વિશ્વનું એવું સર્વપ્રથમ પ્રોસેસિંગ યુનિટ છે. જેમાં દૂધમાંથી દુર્ગંધ સદંતર દૂર કરવામાં સફળતા મળી છે.રૂ.180 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં આવેલા ‘કેમલમિલ્ક’ પ્રોસેસિંગ યુનિટમાં ‘ડિયોડરલાઇઝેશન’ મશીનની મદદથી ઊંટડીના દૂધમાં રહેલી પરંપરાગત દુર્ગંધ દૂર થઇ જતા આવનારા સમયમાં આ પ્લાન્ટને મોટી સફળતા મળશે કારણ કે, વિશ્વમાં ઊંટડીના દૂધક્ષેત્રે હજુ સુધી ક્યાંયે દૂર્ગંધ દૂર કરી શકાઇ નથી.ડાયાબિટીસ વાળા વ્યક્તિને આ દૂધ આપવામાં આવે તો ડાયાબિટીસ પણ અંકુશમાં આવી જાય છે.

ઊંટની ઉપયોગીતા રણમાં તો છે પણ હવે વૈશ્વિકસ્તરે વધી ગઇ છે, મેડિકલ ક્ષેત્રે પ્રમાણિત થયું છે કે ઊંટના દૂધમાં ‘ઇન્સ્યુલિન’નું પ્રમાણ ભારે વધુ હોવાથી જો મધુપ્રમેહથી પીડિત વ્યક્તિ ઊંટડીના દૂધનું સેવન કરે તો ડાયાબિટીસ પણ અંકુશમાં આવી જાય છે. વિશ્વમાં ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઇ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર છે અને ચોથું ત્યાંથી પણ અત્યાધુનિક એવું પ્રોસેસિંગ કેન્દ્ર કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે 2023ના આરંભ સાથે શરૂ થયું છે.

આ રાષ્ટ્રનું પ્રથમ તથા વિશ્વનું એવું સર્વપ્રથમ પ્રોસેસિંગ યુનિટ છે. જેમાં દૂધમાંથી દુર્ગંધ સદંતર દૂર કરવામાં સફળતા મળી છે.રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં ઓગસ્ટ 22મા વડાપ્રધાને લોકાર્પણ કર્યું એ અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે નિર્મિત સરહદ ડેરીના દૂધ ઉત્પાદન અને પેકેજિંગ પ્લાન્ટ એ જાન્યુઆરી-23થી કામ કરવાનું શરૂ કર્યું. રૂ.180 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં આવેલા ‘કેમલમિલ્ક’ પ્રોસેસિંગ યુનિટમાં ‘ડિયોડરલાઇઝેશન’ મશીનની મદદથી ઊંટડીના દૂધમાં રહેલી પરંપરાગત દુર્ગંધ દૂર થઇ જતા આવનારા સમયમાં આ પ્લાન્ટને મોટી સફળતા મળશે કારણ કે, વિશ્વમાં ઊંટડીના દૂધક્ષેત્રે હજુ સુધી ક્યાંયે દૂર્ગંધ દૂર કરી શકાઇ નથી.

કચ્છમાં ઊંટ ઉછેરક માલધારી સંગઠન રચાયું છે અહીં હાલ 13,300 ઊંટ છે જેમાં 1600 ખારાઇ ઊંટ છે. ખારાઇ ઊંટ ફકીરાણી જત સમુદાય પાળે છે અને તે દરિયામાં તરીને બેટ પર ચેરિયા ખાય છે. જો ચેરિયા લુપ્ત થશે તો ખારાઇ ઊંટની જાત લુપ્ત થઇ જશે. વિશ્વમાં એકમાત્ર આ ઊંટ તરી શકે છે. દેશભરમાં ઊંટની સંખ્યા ઘટે છે, જ્યારે કચ્છ-રાજસ્થાનમાં તેમની સંખ્યા વધી રહી છે.

ચોકલેટનું પણ ઉત્પાદન

ચાંદ્રાણી પ્લાન્ટમાં ઊંટડીના દૂધનું ટેટ્રાપેકિંગ રાય છે, જેથી તેનું આયુષ્ય છ મહિના થયું છે. દૂધમાં ઘટ્ટતા વધે છે. વળી ડિયોડરલાઇઝેશન મશીન દુર્ગંધ દૂર કરતું હોવાથી તેની લોકપ્રિયતા પણ વધી છે. અહીં પ્રોસેસિંગ, સ્ટરિલાઇઝેશન, પેકિંગ, ટ્રેટાપેક બધું થાય છે. અહીં આઇસ્ક્રીમ-ચોકલેટનું ઉત્પાદન કરીને પણ માર્કેટમાં મોટા પાયે મૂકાશે.

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતાં પાકોને નુકસાન, બનાસકાંઠાના ખેડૂતો ચિંતિત

આ પણ વાંચો:ફૂડ પોઇઝનિંગથી હવે માણસો જ નહી પશુઓના પણ મોત

આ પણ વાંચો:જામનગરમાં ઠંડીથી બચવા જનપ્રતિનિધિઓએ કર્યું આવું….