શીત લહેર પ્રસરી/ જામનગરમાં ઠંડીથી બચવા જનપ્રતિનિધિઓએ કર્યું આવું….

આજે તાપમાનનો પારો વધુ નીચે ગગડીને સિંગલ ડિજિટ નજીક આવી જતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યુ અને બેઠા ઠારના કારણે જનજીવન પર વ્યાપક અસર જેવા મળી રહી છે.

Gujarat Others
ઠંડી

જામનગર શહેર અને જિલ્લામાં ઉતરાણપર્વના દિવસથી ઠંડીનો ફરીથી નવો રાઉન્ડ શરૂ થયા પછી જામનગર પંથકમાં શીત લહેર પ્રસરી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો 10થી 7.5 ડિગ્રી વચ્ચે રહ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે. સાથો સાથ પ્રતિ કલાકના 24 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓને ધ્રુજાવી દીધા છે. જેને લઇને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

Untitled 31 4 જામનગરમાં ઠંડીથી બચવા જનપ્રતિનિધિઓએ કર્યું આવું....

આજે તાપમાનનો પારો વધુ નીચે ગગડીને સિંગલ ડિજિટ નજીક આવી જતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યુ અને બેઠા ઠારના કારણે જનજીવન પર વ્યાપક અસર જેવા મળી રહી છે. લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કરતાં કરફ્યુ ટાઈમ પહેલાં જ માર્ગો સુમસામ મળતા હતા. ઉપરાંત જાહેર સ્થળો પર પણ લોકોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે.

Untitled 31 3 જામનગરમાં ઠંડીથી બચવા જનપ્રતિનિધિઓએ કર્યું આવું....

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે બાદ 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાને 7.5 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ગામ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા રહ્યું હતું.જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ ક્લાના 24કિ.મી.ની ઝડપે રહી હતી. જ્યારે જામનગરમાં કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવવા માટે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના લોકોએ તાપણું કર્યું હતું અને કરકડતી ઠંડીથી રાહત મેળવી હતી તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે.

આ પણ વાંચો:AMCની BRTS બસ ખોટના ખાડામાં, ત્રણ બજેટ વર્ષમાં રૂ.41 કરોડથી વધુ ખોટ

આ પણ વાંચો:સુરતમાં રમતા રમતા ટબમાં ડુબવાથી બાળકીનું મોત

આ પણ વાંચો:ઓલિમ્પિક્સ 2036ની તૈયારીઓની કેન્દ્રીય પ્રધાન અમિત શાહે સમીક્ષા કરી