Not Set/ મહિલાના ગળામાંથી ચેન ઝૂંટવી શખ્સ ફરાર, CCTV માં ઘટના થઇ કેદ

રાજકોટમાં દિન પ્રતિદિન ગુનાખોરીની ઘટના વધી રહી છે. ચોરી, હત્યા આવી ઘટનાઓ તો જાણે સંન્ય બની ગઈ છે. ત્યારે આવામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે.

Gujarat Rajkot
A 247 મહિલાના ગળામાંથી ચેન ઝૂંટવી શખ્સ ફરાર, CCTV માં ઘટના થઇ કેદ

રાજકોટમાં દિન પ્રતિદિન ગુનાખોરીની ઘટના વધી રહી છે. ચોરી, હત્યા આવી ઘટનાઓ તો જાણે સંન્ય બની ગઈ છે. ત્યારે આવામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જણાવીએ કે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. વહેલી સવારે ચેઇન સ્નેચિંગની ઘટના બનતા મહિલાએ મદદ માટે બુમો પાડી હતી. જોકે, મદદ માટે આસપાસ કોઇ નહતું. મહિલાનો અવાજ સાંભળી બે શ્વાન મદદ માટે તેની પાસે દોડી ગયા હતા. આ જોઇને એક વાત કહી શકાય કે માણસ કૂતરો થઇ રહ્યો છે અને કૂતરો માણસાઇ બતાવી રહ્યો છે.

આ મામલે મળતી મહિતી અનુસાર, શહેરના લીંબુવાડી વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં મહિલા સવારે રસ્તા પરથી પસાર થઇ રહી હતી. ત્યારે કાળા કપડા પહેરીને એક યુવાન આવે છે અને વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચીને ફરાર થઇ જાય છે. આ વૃદ્ધા થોડે સુધી તેની પાછળ દોડે પણ છે પરંતુ તે ચોર ટુ વ્હીલર પર ફરાર થઇ જાય છે. આ દરમિયાન મહિલા મોટે મોટેથી બૂમો પણ પાડે છે પરંતુ આસપાસથી કોઇ વ્યક્તિ તેમની મદદે આવતુ નથી. જોકે, મહિલાનો અવાજ સાંભળી બે શ્વાન તરત જ દોડીને મહિલા પાસે પહોચી ગયા હતા અને ચેઇન સ્નેચરથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચેઇન સ્નેચર મહિલાની ચેઇન તોડીને એક્ટિવા લઇને ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો :વડોદરામાં બે યુવતીઓ વચ્ચે થયો પ્રેમ અને પછીથી જે થયું એ વાંચીને થઇ જશો ચકિત

પોલીસ હાલ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે. ત્યારે વિસ્તારના અન્ય સીસીટીવી ફૂટેજ પણ પોલીસ તપાસી રહી છે. સીસીટીવમાં આ વ્યક્તિના ટુવ્હિલરનો નંબર પણ જોવાનો પ્રયત્ન કરશે.

થોડા દિવસો પહેલા સુરતના ગોડદરા વિસ્તારમાં એક વૃદ્ધાના કાનમાંથી બાઈક ગેંગે બુટ્ટીઓની ચોરી કરવા માટે વૃદ્ધાના બંને કાન કાપી નાંખ્યા હતા. બુટ્ટી ચોરવામાં વૃદ્ધાના બંને કાન કપાઈ ગયા હતા. ગોડાદરામાં આર્શીવાદ બંગલોઝમાં બાલાભાઈ ડોલર (આહીર)નો પરિવાર રહે છે. તેમના માતા સંતોકબેન 17 જાન્યુઆરીના રોજ સવારે મંદિરમાં દર્શન કરવા નીકળ્યા હતા. તેઓ ઘરેથી ચાલતા ચાલતા મંદિરમાં જવા નીકળ્યા હતા, ત્યારે અડધા કિલોમીટરના અંતરે બાઈક પર બે જણા આવ્યા હતા. જેમાં પાછળ બેસેલા યુવકે સંતોકબેન પાસે આવીને તેમના કાનની બુટ્ટી ખેંચી હતી. બાઈકર્સે જોર લગાવીને સંતોકબેનના બંને કાન ખેંચ્યા હતા, જેમાં તેમના બંને કાન કપાઈ ગયા હતા.

આ પણ વાંચો :ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ 2 વર્ષની રુહી, આ રીતે થયો બાળકીનો અદભૂત બચાવ