Canada/ કેનેડામાં સિખ અલગાવવાદી સમૂહ ખતરાની મોટી રેખા પાર કરી રહ્યા છે

ભારતીય ઉચ્ચાયુકતે આપી ચેતવણી

Top Stories India
Beginners guide to 2024 05 08T211215.761 કેનેડામાં સિખ અલગાવવાદી સમૂહ ખતરાની મોટી રેખા પાર કરી રહ્યા છે

World News : ભારત-કનાડા સંબંધોમાં રાજનૈતિક તણાવ વચ્ચે ભારતના ઉચ્ચાયુક્તે ચેતવણી આપી છે કે  કેનેડામાં સિખ અલગાવવાદી જૂથ ખતરાની મોટી રેખા પાર કરી રહ્યા છે.જેને નવી દિલ્હી સુરક્ષા તથા દેશની રાષ્ટ્રિય અખંડતાના મુદ્દાની રીતે જુએ છે. ગયા વર્ષે ખાલિસ્તાન સમર્થક અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપી 3 ભારતીય નાગરિકોને હાલમાં કેનેડા પોલીસ દ્વારા ધરપકડ કરવા બાબતે તથા એક કોર્ટમાં હાજર કરાયા બાદથી પોતાના પહેલા સાર્વજનિક નિવેદનમાં કેનેડામાં  ભારતીય ઉચ્ચાયુક્ત સંજ્ય કુમાર વર્માએ મંગળવારે આ વાત કહી હતી.

એક ન્યુઝ ચેનલના સમાચાર અનુસાર વર્મા આ મામલાને અસાધારણ ગુનાઓ સાથે જોડતા દેખાયા હતા. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે કેનેડામાં સિખ સમુહ જે ભારતથી અલગ થવાનું આહ્વાન કરે છે તે ખતરાની એક મોટી રેખાને પાર કરે છે. જેને નવી દિલ્હી  રાષ્ટ્રીય સુરક્ષાના મામલા રૂપે જુએ છે.  વર્માએ પ્રસિધ્ધ શિંકટેંક માંટ્રીયલ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન ને કહ્યું હતું કે ભારતીય ભારતની દશા નક્કી કરશે, વિદેશી નહી. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચે સંબંધ કુલ મળીને સકારાત્મક છે. ભલે તેને લઈને મોટો હોબાળો થઈ રહ્યો છે. વર્માએ એમ પણ કહ્યું કે  બન્ને દેશો આ મુદ્દાનું સમર્થન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

તેમણે કહ્યું કે ‘નકારાત્મક’ ઘટનાક્રમની પાછળની ગહરીની સમસ્યાઓ  ‘દશકો જૂના મુદ્દા’ બાબતે કેનેડાની ગેરસમજ સાથે જોડાયેલી છે. વર્માએ કહ્યું કે  તેમની મુખ્ય ચિંતા કેનેડાની ભૂમિથી ઉત્પન્ન થનારા રાષ્ટ્રીય-સુરક્ષા સંબંધી ખતરાને લઈને છે. તેમણે કહ્યું કે ભારત  ડબલ નાગરિકતાને માન્યતા નથી આપતું. માટે જે કોઈ પણ પ્રવાસી હોય તેને વિદેશી માનવામાં આવે છે. તેમણે કહ્યું કે હું તેને એવી રીતે કહી શકું કે વિદેશીઓની ભારતની ક્ષેત્રિય અખંડિતતા પર બુરી નજર છે. આ અમારા માટે મોટી ખતરાની રેખા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી પોલીંગ બૂથ પર 100 ટકા મતદાન

આ પણ વાંચો: અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન

આ પણ વાંચો: કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન