Gujarat Voting/ કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન

લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યુ છે તે સમયે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ 85 વર્ષની ઉંમરે ભાનુશંકર ત્રિપાઠી, તેમનો પુત્ર શ્વેતલ પાઠક અને તથા પૌત્ર અને પૌત્રી એકસાથે મતદાન કરીને લોકશાહીના ખુશીના અવસરમાં સહભાગી બન્યા હતા.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 22 કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન

ગાંધીનગરઃ લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યુ છે તે સમયે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ 85 વર્ષની ઉંમરે ભાનુશંકર ત્રિપાઠી, તેમનો પુત્ર શ્વેતલ પાઠક અને તથા પૌત્ર અને પૌત્રી એકસાથે મતદાન કરીને લોકશાહીના ખુશીના અવસરમાં સહભાગી બન્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે આળસના લીધે કેટલાય લોકો મતદાન કરતાં નથી, પરંતુ આ મતદાન લોકશાહીનું મહાપર્વ છે. એક મતના લીધે પક્ષ હારી જાય છે, તમારો ઉમેદવાર હારી જાય છે ઇતિહાસ તેનો સાક્ષી છે.

આ ઉપરાંત દાદા સાથે મતદાન કરનારી પૌત્ર રુદ્રએ જણાવ્યું હતું કે દાદા સાથે મતદાન કરવાનો રૂડો અવસર મને મળ્યો છે. મને મતદાન કરવા મળ્યું અને તે પણ દાદા સાથે મતદાન કરવા મળ્યું તેનો આનંદ છે. દાદા હંમેશા મતદાનના આગ્રહી રહ્યા છે. તેમની સાથે તેમની પૌત્રીએ પણ મતદાન કર્યુ હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

આ પણ વાંચો: વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ