IPL 2024/ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હરાવી સિઝનની ત્રીજી જીત નોંધાવી

સાઈ સુદર્શન (84*) અને શાહરૂખ ખાન (58)ની શાનદાર અડધી સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું.

Breaking News Top Stories Sports
YouTube Thumbnail 2024 04 28T185217.995 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હરાવી સિઝનની ત્રીજી જીત નોંધાવી

અમદાવાદઃ સાઈ સુદર્શન (84*) અને શાહરૂખ ખાન (58)ની શાનદાર અડધી સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું. ગુજરાતની શરૂઆત ખરાબ રહી કારણ કે સ્વપિનલ સિંહે પ્રથમ ઓવરમાં જ રિદ્ધિમાન સાહા (5)ને આઉટ કર્યો હતો. આ પછી શુભમન ગિલ મેક્સવેલ ગ્રીનના હાથે કેચ આઉટ થતાં ગુજરાતને બીજો ઝટકો લાગ્યો હતો. અહીંથી શાહરૂખ ખાન ક્રિઝ પર આવ્યો હતો.

આરસીબીએ 9 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. જેક્સ 100 અને કોહલી 70 રન બનાવીને અણનમ રહ્યા હતા.

શાહરુખ-સુદર્શનનો તરખાટ

શાહરૂખ ખાન અને સાઈ સુદર્શને બે વિકેટ પડ્યા બાદ ગુજરાતની ઈનિંગ્સને સંભાળી લીધી હતી. શાહરૂખ ખાને આક્રમક અભિગમ અપનાવ્યો અને 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે સાઈ સુદર્શન સાથે ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ ગઈ. સિરાજે શાહરૂખ ખાનને બોલ્ડ કરીને આ ભાગીદારી તોડી હતી.

ત્યારબાદ ડેવિડ મિલર ક્રિઝ પર આવ્યો હતો. અહીં સાઈ સુદર્શને પોતાનું પ્લે ગિયર બદલ્યું. ડાબા હાથના બેટ્સમેને 34 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તે અંત સુધી અણનમ રહ્યો. સાઈ સુદર્શને ડેવિડ મિલર (26*) સાથે ચોથી વિકેટ માટે 69 રનની અણનમ ભાગીદારી કરી હતી. મિલરે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ઇનિંગ્સનો અંત કર્યો હતો.

સુદર્શન-મિલરની તોફાની બેટિંગ

સાઈ સુદર્શને 49 બોલમાં 8 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 84 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે 19 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી સ્વપિન સિંહ, મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલને એક-એક વિકેટ મળી હતી.

GT vs RCB પ્લેઇંગ 11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ 11: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક, સ્વપ્રિલ સિંહ, કરણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.

ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ 11: રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, ડેવિડ મિલર, ઉમજાઇ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, સાઇ કિશોર, નૂર અહેમદ, મોહિત શર્મા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે રાહુલ ગાંધીનું રાજામહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:હીરાની ચોરીના આરોપીને પોલીસે 33 વર્ષ પછી પકડ્યો

આ પણ વાંચો:જામનગર મહાનગરપાલિકાના SSI પર હુમલો