GT vs RCB/ શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ વચ્ચે જોરદાર ટક્કર, વિરાટ કોહલીને કારણે થઇ જાત મોટું ‘કાંડ’

ભારતના બે સ્ટાર ખેલાડી શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ એકબીજા સાથે ટકરાયા હતા.

Trending Sports
YouTube Thumbnail 2024 04 28T181315.853 શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ વચ્ચે જોરદાર ટક્કર, વિરાટ કોહલીને કારણે થઇ જાત મોટું ‘કાંડ'

IPL 2024:ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 45મી મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં, ગુજરાત ટાઇટન્સની ઇનિંગ શરૂ થતાં જ એક એવી ઘટના જોવા મળી, જેને જોઇને ભારતીય ચાહકો બહુ ખુશ નહીં થાય. ભારતના બે સ્ટાર ખેલાડી શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ એકબીજા સાથે ટકરાયા હતા.

વિરાટ કોહલીના કારણે ઈજાગ્રસ્ત થઇ જતા ગિલ અને સિરાજ  

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ અને RCBના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાયા હતા. ગિલ રન લેવા માંગતો હતો પરંતુ સિરાજ તેના રસ્તામાં આવી ગયો. બંને ખેલાડીઓ એકબીજા સાથે અથડાઈને પડી ગયા. આ ઘટના ગુજરાત ટાઇટન્સની ઇનિંગની બીજી ઓવરમાં બની હતી. ગિલ મિડ-ઓફ તરફ બોલ રમ્યો અને રન લેવા કરવાનો પ્રયાસ કર્યો.

વિરાટ કોહલીએ બોલ કેચ કરીને વિકેટ પર ફેંકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો. જ્યારે બોલ કોહલી તરફ ગયો ત્યારે ગિલ દોડવા માંગતો હતો અને ઝડપથી રન લેવા માંગતો હતો. પરંતુ વચ્ચે તે સિરાજ સાથે અથડાઈ ગયો. સારી વાત એ છે કે બંનેમાંથી કોઈને ઈજા થઈ નથી.

વાસ્તવમાં સિરાજને ખ્યાલ નહોતો કે તે ગિલના માર્ગમાં આવી ગયો છે. ગિલ પહેલા ટક્કર માર્યો અને પછી પોતાની વિકેટ બચાવવા ડાઈવ લગાવ્યો. રિપ્લેમાં જોવા મળ્યું કે જો બોલ વિકેટ સાથે અથડાયો હોત તો ગિલ આઉટ થઈ ગયો હોત.

ગિલ 19 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો

શુભમન ગિલ આરસીબી સામે સતત સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. અમદાવાદમાં તે ખૂબ જ ધીમી ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેનો સ્ટ્રાઈક રેટ 100 પણ નહોતો. ગિલે 19 બોલમાં માત્ર 16 રનનો સામનો કર્યો હતો. આ ઈનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 84 હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંજાબ કિંગ્સે કલકત્તા નાઈટ રાઈડર્સ સામે ટી20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો

આ પણ વાંચો:કુણાલ પંડ્યાના ઘરે દિકરાનો જન્મ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

આ પણ વાંચો:સનરાઇઝર્સ હૈદરાબાદનો ફ્લોપ શો, કાવ્યા મારન હેરાન

આ પણ વાંચો:મારું ધ્યાન આઇપીએલ પર, પણ ટી20 વર્લ્ડ કપમાં રમવા આતુરઃ ગિલ