અજબ ગજબ/ ના હોય ! તો.. અહિં આવેલી છે લોહીની નદી..

વિશ્વમાં ઘણા એવા સ્થળો છે જેની વાત સાંભળીએ કે જોઇએ તો નવાઇ લાગે સાથે જ અનેક પ્રશ્નો પણ થાય કે, ખરેખર આવી તે કોઇ જગ્યા હશે.  આવુ જ એક સ્થળ છે લેટિન અમેરિકાના એક દેશમાં છે, જ્યાં ‘લોહીની નદી’ વહે છે

Others Ajab Gajab News Trending Lifestyle
1 1 5 ના હોય ! તો.. અહિં આવેલી છે લોહીની નદી..

વિશ્વમાં ઘણા એવા સ્થળો છે જેની વાત સાંભળીએ કે જોઇએ તો નવાઇ લાગે. સાથે જ અનેક પ્રશ્નો પણ થાય કે, ખરેખર આવી તે કોઇ જગ્યા હશે.  આવુ જ એક સ્થળ છે લેટિન અમેરિકાના એક દેશમાં છે, જ્યાં ‘લોહીની નદી’ વહે છે. આવો જાણીએ આ નદી સાથે જોડાયેલી કેટલીક વાતો.

‘લોહીની નદી’ નામ સાંભળીને મનમાં એવી નદીનો વિચાર આવે કે જેના પાણીનો રંગ લાલ હોય. જો કે, ભલે આ વાત સાંભળવામાં વિચિત્ર લાગે, પરંતુ ખરેખર વિશ્વમાં લોહીની નદી છે.

2 6 6 ના હોય ! તો.. અહિં આવેલી છે લોહીની નદી..

પેરુના કુસ્કો શહેરમાં લોહીની નદી વહે છે. આ નદી પાલકોયો રેઈન્બો પર્વતોની ખીણોમાં શરૂ થાય છે. અને તેનો રંગ બિલકુલ લોહીના રંગ જેવો જ લાલ છે. માટે જ તેને લોકો લોહીની નદી તરીકે ઓળખે છે. જો કે પેરુમાં વહેતી આ નદી પુકામયુ તરીકે ઓળખાય છે.

હવે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આ નદીનો રંગ લાલ કેમ છે. તો તેની પાછલ કોઇ લોજીક, મેજીક નથી. હકીકતમાં પુકામયુ નદીના લાલ રંગનું કારણ પહાડોમાં હાજર આયર્ન ઓક્સાઈડ છે. અનેક પ્રકારની ધાતુઓ પણ અહીં હાજર છે. આ કારણે રાસાયણિક પ્રક્રિયાને કારણે નદીનો રંગ લાલ થઈ જાય છે.

3 8 6 ના હોય ! તો.. અહિં આવેલી છે લોહીની નદી..

આ તો વાત થઇ અમેરિકાના એક દેશમાં વહેતી લોહીની નદીની પરંતુ આ ઉપરાંત પણ વિશ્વના ઘણા ભાગોમાં લોહીની નદીઓ વહેતી જોવા મળી છે. આ પહેલા સાઈબેરિયામાં એક નદીનો રંગ પણ લાલ થઈ ગયો હતો. જેનું કારણે ત્યાં કેમિકલ વેસ્ટ હતું, જે નદીમાં ભળી ગયો, અને તેનો રંગ લોહી જેવો લાલ થઇ ગયો. આ ઉપરાંત પણ અનેક એવી જગ્યાઓ છે જ્યાં લોહીની નદીઓ વહે છે. એટલે કે કોઇને કોઇ કારણસર નદીનો રંગ લાલ થઇ જાય છે અને તેને લોહીની નદીના નામનું ઉપનામ આપવામાં આવે છે.