વૃક્ષારોપણ કાર્યક્રમ/ મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, 11 મિનિટમાં 1100 વૃક્ષો

તાપી જિલ્લામાં સોનગઢ ઉકાઈ વ્યારા સહિતના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.મંતવ્ય ન્યૂઝે સમગ્ર ગુજરાતમાં 75 લાખ વૃક્ષારોપણ કરવાનું જે અભિયાન શરૂ કર્યું કરવામાં આવ્યું છે..

Gujarat Others
4 34 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, 11 મિનિટમાં 1100 વૃક્ષો

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની તાપી જિલ્લામાં સોનગઢ ઉકાઈ વ્યારા નજરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.વૃક્ષ એ જીવન છે..અને વૃક્ષ છે તો આ વિશ્વ છે….ના નારા સાથે મંતવ્ય ન્યૂઝે સમગ્ર ગુજરાતમાં 75 લાખ વૃક્ષારોપણ કરવાનું જે અભિયાન શરૂ કર્યું હતું.

4 29 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, 11 મિનિટમાં 1100 વૃક્ષો

તેની પણ આજરોજ ઉકાઈ મુક્તિધામ ખાતે તાપી નદી કિનારે 1000થી વધુ વૃક્ષો રોપવાની સાથે શરૂવાત થઈ હતી.અગ્રવાલ સમાજ સોનગઢ ઉકાઈ અને ઉકાઈ મુક્તિધામ ટ્રસ્ટ એ વૃક્ષો ઉછેરવાની જવાબદારી લીધી હતી.જે કે પેપરમીલ દ્વારા 11 મિનિટમાં 1100 વૃક્ષોનું રોકાણ કરી વિક્રમ સર્જવામાં આવ્યો હતો.

4 30 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, 11 મિનિટમાં 1100 વૃક્ષો

જ્યારે ગુજરાત વિધાનસભાના ઉપદંડક,172 નિઝર વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામીત 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી,તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ વસાવાની હાજરીમાં સોનગઢ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,સાથે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા સોનગઢના ગણેશ મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

4 31 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, 11 મિનિટમાં 1100 વૃક્ષો

આમ તાપી જિલ્લામાં અનેક સ્થળે આજે લોકો મંતવ્ય ન્યૂઝના વૃક્ષારોપણ અભિયાન સાથે જોડાયા હતા.જેમાં સોનગઢ તાલુકા મામલતદાર તાપી જિલ્લા કલેકટર તાપી જિલ્લા વિકાસ અધિકારી તાપી જિલ્લા ડી.સી.એફ સહિત, અનેક મહાનુભાવો વૃક્ષારોપણના કાર્યમાં જોડાયા હતા.

4 32 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, 11 મિનિટમાં 1100 વૃક્ષો

 હજારોની સંખ્યામાં લોકોએ વૃક્ષારોપણ કર્યા બાદ વૃક્ષોનું જતન કરવાની એમને મોટા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. નોંધવું રહ્યું કે જે. કે પેપરમીલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોસ્ટર સ્પર્ધા ,સ્લોગન સ્પર્ધા, નિબંધ સ્પર્ધાનું આયોજન કરી ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું

4 33 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, 11 મિનિટમાં 1100 વૃક્ષો

 પ્લાસ્ટિક ફ્રી જીવન જીવવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો અને, મંતવ્ય ન્યૂઝના 75 લાખ વૃક્ષારોપણ અભિયાનની પણ પ્રશંસા કરી હતી અને એને પૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી જે ખરેખર પ્રસંસનીય એ બાબત ગણાવી શકાય.

4 34 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, 11 મિનિટમાં 1100 વૃક્ષો