વૃક્ષારોપણ કાર્યક્રમ/ મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, સિદ્ધપુરમાં સ્કૂલ દ્વારા 108 વૃક્ષો રોપાયા

સિદ્ધપુરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મંતવ્ય ન્યુઝ અને શ્રી યુનિવર્સલ પબ્લિક સ્કૂલ દ્વારા 108 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. મંતવ્ય ન્યુઝ દ્વારા આજથી રાજ્યભરમાં 75 લાખ વૃક્ષો વાવવાનું મહા અભિયાન

Gujarat Others
4 25 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, સિદ્ધપુરમાં સ્કૂલ દ્વારા 108 વૃક્ષો રોપાયા

આજરોજ પાંચમી જૂન ના રોજ વિશ્વભરમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સિધ્ધપુરમાં મિશન ગ્રીન સિધ્ધપુર અંતર્ગત જિલ્લા ચાર વર્ષથી દર વર્ષે અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવી તેમનું જતન કરી ધરતીને ગ્લોબલ વોર્મિંગ જેવી મહામારી થી બચાવવા માટે એક મહત્વની ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે.

4 25 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, સિદ્ધપુરમાં સ્કૂલ દ્વારા 108 વૃક્ષો રોપાયા

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સિદ્ધપુરમાં મિશન ગ્રીન સિધ્ધપુર, યુવા ભાજપ સિધ્ધપુર શહેર, મંતવ્ય ન્યુઝ, મંતવ્ય ફાઉન્ડેશન તથા શ્રી યુનિવર્સલ પબ્લિક સ્કૂલ દ્વારા 108 વૃક્ષો વાવી તેમના સંરક્ષણ અને જતનની જવાબદારી સાથે નવી શરૂઆત કરવામાં આવી હતી.

4 26 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, સિદ્ધપુરમાં સ્કૂલ દ્વારા 108 વૃક્ષો રોપાયા

મિશન ગ્રીન સિધ્ધપુર યુવા ભાજપ તથા મંતવ્ય ન્યુઝ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 25,000 થી વધારે વૃક્ષો વાવવામાં આવ્યા છે અને તે વૃક્ષોનું યોગ્ય જતન પણ કરવામાં આવી રહ્યુ છે.

4 27 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, સિદ્ધપુરમાં સ્કૂલ દ્વારા 108 વૃક્ષો રોપાયા4 28 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, સિદ્ધપુરમાં સ્કૂલ દ્વારા 108 વૃક્ષો રોપાયા

આ વર્ષની શરૂઆતમાં જ 108 વૃક્ષો વાવી આગામી સમયમાં શહેરમાં અલગ અલગ સંસ્થાઓ મંદિરો અને સ્કૂલોમાં જઈ 50,000 થી વધુ વૃક્ષો વાવવા અને તેઓનું જતન કરી મોટા કરવા માટેનું એક અભિયાન મિશન ગ્રીન સિધ્ધપુર તથા યુવા ભાજપ સિધ્ધપુર શહેરના અધ્યક્ષ મિહિરભાઈ પાધ્યા, કૌશલભાઈ જોશી, પ્રવીણભાઈ દરજી મંતવ્ય ન્યુઝ, ચિરાગ પટેલ, હર્ષભાઈ પંડ્યા, લલિતભાઈ સુથાર, અનંતભાઈ ગઢવી, હેમંતભાઈ જોશી, યુનિવર્સલ પબલિક સ્કૂલ ના કેમ્પસ હેડ રીતુબેન ગીડવાની, પ્રિન્સિપાલ કૃપાબેન સંગીતાબેન રીકેશભાઈ બારોટ રુચિકભાઇ રાવલ પિયુષભાઈ ચાવડા સંજય સિંહ ઠાકોર દેવર્ષિભાઈ વ્યાસ રતિલાલભાઈ બારોટ તેમજ ભાવેશભાઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.