Not Set/ સંયમ રાખે ગુજરાત; ગામે ગામ પહોંચી રહ્યો છે કાળમુખો, ખેડબ્રહ્માનાં લાંબડીયામાં પણ મારી એન્ટ્રી

કોરોના વિશે તે બાબત બહુ સ્પષ્ટ છે કે આ કાળમાં તમેજ ડોક્ટર છો અને તમેજ પોલીસ પણ છો. મતલબ કે તમારે સાવચેતી – સયંમ -તકેદારી પણ રાખવાની છે અને તમારે જ કાયદાનું અને માર્ગદર્શીકા અને સુચનોનું ચુસ્ત પણે પાલન પણ કરવાનું છે અને કરવું જ જોઇએ કારણે કે આખરે આ કાયદા અને માર્ગદર્શીકા અને સુચનો આપણી […]

Gujarat Others
c5696655f83a28350da8173946ee4672 સંયમ રાખે ગુજરાત; ગામે ગામ પહોંચી રહ્યો છે કાળમુખો, ખેડબ્રહ્માનાં લાંબડીયામાં પણ મારી એન્ટ્રી

કોરોના વિશે તે બાબત બહુ સ્પષ્ટ છે કે આ કાળમાં તમેજ ડોક્ટર છો અને તમેજ પોલીસ પણ છો. મતલબ કે તમારે સાવચેતી – સયંમ -તકેદારી પણ રાખવાની છે અને તમારે જ કાયદાનું અને માર્ગદર્શીકા અને સુચનોનું ચુસ્ત પણે પાલન પણ કરવાનું છે અને કરવું જ જોઇએ કારણે કે આખરે આ કાયદા અને માર્ગદર્શીકા અને સુચનો આપણી સુખા-સુવિધા માટે જ બનવવામાં આવ્યા છે. 

કોરોનાને બીલકુલ હળવાશથી લેવાની ભૂલ ન કરશો કારણ કે કોરોનાને આવવાનુ આમંત્રણ મળે એટલે તે વહેલી તકે પ્રવેશ કરી જ લે છે. જી હા કોરોના ગુજરાતનાં ખુણે ખુણે પેસારો કરી રહ્યુ હોવાનું સામે આવે છે. કોરોનાનો એજન્ડા સ્પષ્ટ છે તેને ગુજરાતનાં ગામે ગામ પહોંચવુ છે અને  તેવુ જ સામે આવી રહ્યું છે, ખેડબ્રહ્માનાં પોશીનાનાં લાંબડીયામાંથી.

જી હા કાળમુખા કોરોનાએ ખેડબ્રહ્માનાં પોશીનાનાં લાંબડીયામાં પણ એન્ટ્રી મારી દીધી છે. લાંબડીયાનાં 69 વર્ષિય આધેડનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લાંબડીયામાં કેસ સામે આવતા કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સીલ કરવાની કાર્યવાહી કરાશે અને દર્દીને હિંમતનગરની કોવીડ હોસ્પિટલમાં ખસેડાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે.

માટે જ કહેવામાં આવ્યું છે અને અમે મંતવ્ય ન્યૂઝ પણ અપીલ કરે છે કે, બને ત્યાં સુઘી બહાર જવાનું ટાળો, ઘરમાં રહે – સુરક્ષીત રહો – સાવચેત રહો – માર્ગદર્શિકાનુ પાલન કરો અને સરકાર અને તંત્રને કોરોના સામેની લડાઇમાં જીત મેળવવા બનતો તમામ સહિયોગ આપો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….