Festival/ ચેતજો આ ઉત્તરાયણમાં!! ધર્મ કરતા ધાડ ન પડે

આગામી ઉત્તરાયણના તહેવારની તડામાંડ તૈયારીઓ શહેરીજનો કરી રહ્યા છે. તો બીજી તરફ તહેવારનાં પગલે દોરીથી ઘવાતા પક્ષીઓને બચાવવા પણ જીવદયા સંસ્થાઓ ખડેપગે હાજર રહતા હોઈ છે….

Ahmedabad Gujarat
PICTURE 3 4 ચેતજો આ ઉત્તરાયણમાં!! ધર્મ કરતા ધાડ ન પડે

@આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યુઝ – અમદાવાદ

આગામી ઉત્તરાયણના તહેવારની તડામાંડ તૈયારીઓ શહેરીજનો કરી રહ્યા છે. તો બીજી તરફ તહેવારનાં પગલે દોરીથી ઘવાતા પક્ષીઓને બચાવવા પણ જીવદયા સંસ્થાઓ ખડેપગે હાજર રહતા હોઈ છે. તેવામાં પક્ષીઓને મદદ કરવા જજો. કોઈ ઓનલાઇન છેતરપીંડીનો ભોગ ન બનતા.

કહેવત છે કે, ધર્મ કરતા ધાડ પડી, અને આજ કહેવત કદાચ સાચી ના પડે તે માટે સાઇબર ક્રાઇમ નાગરિકોને જાગૃત રહેવા અપીલ કરે છે. ઉત્તરાયણનાં પગલે અનેક પક્ષીઓ ઘવાતા હોય છે. ત્યારે નાગરિકો દ્વારા પક્ષીને મદદ પોહચાડવા માટે વેબસાઈડ ઉપર બર્ડ હેલ્પલાઇન નંબર સર્ચ કરતા હોય છે. અને જેનો સીધો લાભ ફ્રોડ લઈ લેતા હોય છે. પણ જો તમે ઓનલાઈન કોઈ પણ પ્રકારની માહિતી કે ઓટીપી નંબર નહીં આપો ત્યાં સુધી તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી નહીં થાય.

શહેરીજનો વેબસાઈટ ઉપરથી બર્ડ હેલ્પલાઇન નંબર મેળવી પક્ષીને મદદ પોહચાડતા છેતરપીંડીના ભોગ બન્યા હોવાના કિસ્સાઓ બની ચુક્યા છે. ત્યારે આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે કોઈ પણ નાગરિક ડમી બર્ડ હેલ્પલાઇનથી છેતરપિંડીનો ભોગ ના બને તે માટે અપીલ કરાઈ છે. સાથે જ નંબર સર્ચ કરી કોલ કરવાથી છેતરપીંડી નહીં પરંતુ ફક્ત ઓનલાઇન માહિતી અને ઓટીપી નંબરની આપવાથી છેતરપીંડી થતી હોવાની માહિતી સાઇબર ક્રાઇમ ડીસીપી અમિત વસાવા દ્વારા આપવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો