Befam Shataliya/ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નિયમોનો ભંગ કરીને બેફામ ચાલતા શટલિયા

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અર્ટિગાના અકસ્માતમાં દસના મોત નીપજ્યા છે. કાર અને ટેન્કર વચ્ચેના કસ્માતમાં આઠના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતનું કારણ એ છે કે નિયમ ભંગ કરીને શટલિયા વાહનો ચલાવવામાં આવી રહ્યા છે.

Gujarat Ahmedabad
Beginners guide to 2024 04 19T123931.174 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નિયમોનો ભંગ કરીને બેફામ ચાલતા શટલિયા

અમદાવાદઃ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અર્ટિગાના અકસ્માતમાં દસના મોત નીપજ્યા છે. કાર અને ટેન્કર વચ્ચેના કસ્માતમાં આઠના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતનું કારણ એ છે કે નિયમ ભંગ કરીને શટલિયા વાહનો ચલાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ-વે ચાર રસ્તા પાસે રોજની આવી અનેક શટલ ગાડીઓમાં ક્ષમતા કરતાં પણ વધુ પ્રવાસીઓ બેસાડીને જતાં હોય છે.

આવી અનેક શટલ ગાડીઓમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરોને બેસાડવામાં આવે છે. બેથી ત્રણ ગાડીઓમાં શટલમાં મુસાફરો ભરીને જતાં હતા. પોલીસનો ટ્રાફિક પોઇન્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ ટ્રાફિક પોલીસ કર્મીઓ ગાડીઓ ભરાય ત્યાં ઊભા રહ્યા હતા. અહીં ટ્રાફિક પોલીસને પોઇન્ટ હોવા છતાં પણ ખાનગી વાહનો બેરોકડોક મુસાફરોને લઈ જાય છે. ખાનગી કારચાલકો શટલમાં મુસાફરો ભરીને લઈ જાય છે.

સીટીએમ એક્સપ્રેસ વે પર રોજની અર્ટિગા કારો રોજના 30થી 40 ફેરા કરે છે. અકસ્માત બાદ પણ એક કે બે કારચાલકો એસટી બસની રાહ જોઈને ઉભેલા લોકોને જલદીથી ગાડીમાં બેસાડીને લઈ જતાં જોવા મળ્યા હતા. સીટીએમ એક્સપ્રેસ-વેના પાસે ગુજરાત એસટી નિગમનું બસ સ્ટેન્ડ આવેલું છે. અહીંથી દક્ષિણ ગુજરાતના હજારો મુસાફરો જાય છે. ફક્ત અર્ટિગા કારો જ નહીં ખાનગી લક્ઝરી બસો પણ આ રીતે મુસાફરોને ભરીને લઈ જાય છે.

એસટી બસમાં જનારા લોકોને ખાનગી બસમાં લઈ જવા માટે ત્રણથી ચાર લોકો ત્યાં ફરી રહ્યા હોય છે. બે ખાનગી લક્ઝરી ત્યાં જોવા મળી હતી અને મુસાફરોને બૂમો બાડીને બોલાવાઈ રહ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે દિવસ દરમિયાન ખાનગી લક્ઝરી બસોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતાં છેક સીટીએમ સુધી ખાનગી બસો આવે છે.

આવી જ એક ખાનગી ગાડી ચલાવતા ડ્રાઇવરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રોજની અનેક ગાડીઓ શટલમાં ચાલે છે. ટ્રાફિક પોલીસ હપ્તા ઉઘરાવે છે. લક્ઝરી બસોથી લઈ ખાનગી શટલો પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે. આ શટલમાં અમદાવાદ અને વડોદરા પાસિંગની અનેક કારો દોડે છે.


આ પણ વાંચો:ગુજરાતમાં આ બે સ્થળોએ અકસ્માત થતાં મોતની ઘટના

આ પણ વાંચો:અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં ત્રણના મોત

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી વધતાં હજારની નજીક પહોંચવા આવ્યા કેસો