Gujarat-Loksabha election 2024/ PM મોદી : ‘મહેનત મારા નસીબમાં લખેલી છે, જનતાના આશિર્વાદ માંગવા આવ્યો છું’ વધુ મતદાનની કરી અપીલ

લોકસભા ચૂંટણીમાં PM મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે. આજે બીજા દિવસે PM મોદી આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં પ્રચાર કર્યો છે. અને બાદમાં જામનગરમાં પણ જનતાને સંબોધન કરશે

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 02T165742.773 PM મોદી : 'મહેનત મારા નસીબમાં લખેલી છે, જનતાના આશિર્વાદ માંગવા આવ્યો છું' વધુ મતદાનની કરી અપીલ

ગુજરાત : લોકસભા ચૂંટણીમાં PM મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે. આજે બીજા દિવસે PM મોદી આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં પ્રચાર કર્યો છે. અને બાદમાં જામનગરમાં પણ જનતાને સંબોધન કરશે. બીજા દિવસના પ્રવાસમાં PM મોદીએ દેશના વિકાસની વાતો સાથે ભાજપની કામગીરી અને સરકારની સિદ્ધીઓની વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે 60 વર્ષ સુધી બેંકો પર કબજો કર્યો. તેમણે કોંગ્રેસ અને કોંગ્રેસના શાહજાદા રાહુલ ગાંધી પર પણ આડકતરા પ્રહારો કર્યા. PM મોદીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવા સાથે ભાજપને મહત્તમ 400 બેઠકો પાર કરવાની સિદ્ધિમાં સાથ આપવા હાંકલ કરી.

આજે લોકસભા ચૂંટણી પ્રચારમાં જનસભાને સંબોધન કર્યું તેના અંશ રજૂ કરીએ છીએ. જાહેરસભાને સંબોધન કરતા પહેલા સંતોને જોઈને નમન કર્યા.
PM મોદી: ગુજરાતની જનતાના આશિર્વાદ માંગવા આવ્યો છું. ગુજરાતની ધરતી સાવજોની ધરતી છે. સંતો અને વડીલોને મારા પ્રણામ. આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી. મારો ભારત, મારો પરિવાર એ ભાવ સાથે કામ કરું છું. જૂનાગઢ જિલ્લામાં ટુરિઝમની મોટી તાકાત છે. કેશોદના એરપોર્ટને ગાજતું કરવું છે. આ પ્રેમ અને આશિર્વાદ મારી મોટી મૂડી છે. આ જમીન દુનિયાની કસોટી પર પાર ઉતરી છે. હ્રદયમાં મારું ભારત એવો એક જ ભાવ છે.

તેમણે વધુમાં કહ્યું કે મોદીના આગમન પહેલા આ દેશમાં બે બંધારણ, બે ઝંડા, બે વડાપ્રધાન હતા. તમારી પાર્ટી કોંગ્રેસે કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ થવા દીધું નથી. કલમ 370 દિવાલની જેમ બેઠી હતી. સરદાર પટેલની ભૂમિમાંથી આવેલા આ પુત્રએ તે 370ને જમીનદોસ્ત કરી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી.

મોદી સાહેબે દેશના વિકાસના અવિરત કામ કર્યા. મોદી સાહેબે જે વાયદા કર્યા તે તમામ પાળ્યા છે. ગયા 10 વર્ષમાં મે ક્યારેય પાછું વળીને નથી જોયું. તમારું લાઈટ બિલ ઝીરો કરવાની યોજના છે. હવે ઈલેક્ટ્રિક વ્હીકલ આવવાના છે. PM સૂર્ય ઘર યોજના મારું સપનું છે. અમરેલીથી ભરત સુતરિયાને ભારે મતોથી વિજયી બનાવો. મારે બધા પોલિંગ બુથ જીતવા છે.

PM મોદી: હું સરદાર પટેલની ભૂમિમાંથી આવું છું અને મહેનત મારા નસીબમાં લખેલી જ છે. સરદારનું સપનું મે પૂરું કર્યું. માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપી. હાલ તમામના ઘરે નળ થી જળ મળે છે. અત્યાર સુધીમાં 1 કરોડ લખપતિ દીદી બનાવી દિધી છે. ત્રીજી ટર્મમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવી છે.

PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર
કોંગ્રેસની નિયતમાં જ ખોટ છે. ગુજરાત માટે કોગ્રેસને ખૂબ નફરત છે. કાશ્મીરમાં કોંગ્રેસે સંવિધાન લાગુ ન કર્યું. કોંગ્રેસના શહેજાદાઓને ચેતવણી આપું છું. હિંદુ શરણાર્થીઓને CAA અંતર્ગત અધિકારો મળે છે. કોંગ્રેસ ફરીથી દેશમાં 370 નહીં લાવી શકે. અમારી સરકારે ત્રિપલ તલાકમાંથી મહિલાઓને મુક્તિ આપી જે કોંગ્રેસને બિલકુલ પસંદ આવ્યું નથી. કોંગ્રેસના સાંસદ દ.ભારતને અલગ કરવાની માંગ કરે છે. INDI એલાયન્સની પાર્ટી ગઠબંધનની નહિ પરંતુ વિભાજનની માનસિકતા ધરાવે છે. કોંગ્રેસને વિભાજનની માનસિકતા વિરાસતમાં મળી છે. કોંગ્રેસે શ્રીલંકાને મફતમાં ટાપુ પધરાવી દીધો. અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનવું એ આપણું સૌભાગ્ય. જ્યારે કોંગ્રેસે હંમેશા રામ મંદિરનો વિરોધ કર્યો અને રામ મંદિરના આમંત્રણને નકાર્યું. કોંગ્રેસ માટે આ ભગવાન રામ વિરુદ્ધ લડાઈની ચૂંટણી છે. કોંગ્રેસ પોતાના અલગ રંગમાં આવી ગઈ છે.

ST, OBCનો કોંગ્રેસ અનમાત અધિકાર નહીં છીનવે. જે રાજ્યોમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો સત્તામાં છે તેઓ વોટબેંકની રાજનીતિમાં સામેલ થશે નહીં અને ઓબીસી અનામતમાં ઘટાડો કરીને મુસ્લિમોને આપશે નહીં. કોંગ્રેસનું ચાલે તો હિમાલયના શિખરોનો પણ સોદો કરે. મારા 3 પડકારોની કોંગ્રેસ દેશને લેખિતમાં ગેરેંટી આપે. મારા પ્રશ્નો પર કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ છે.  હું જાણું છું કે કોંગ્રેસ મારા પડકારોને સ્વીકારશે નહીં કારણ કે કોંગ્રેસના ઇરાદામાં ખામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે