Gujarat Foundation Day/ ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

1 મે 2024, એટલે ગુજરાતનો 64મો સ્થાપના દિન. આ તારીખે ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સ્થાપના દિવસે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગુજરાતીઓને અભિનંદન આપવાની સાથે રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને અને તેની સિદ્ધિઓની સ્મૃતિઓને વાગોળી હતી.

Top Stories Gandhinagar Gujarat Trending Breaking News
Beginners guide to 2024 05 01T102615.977 ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

ગાંધીનગરઃ 1 મે 2024, એટલે ગુજરાતનો 64મો સ્થાપના દિન. આ તારીખે ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સ્થાપના દિવસે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગુજરાતીઓને અભિનંદન આપવાની સાથે રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને અને તેની સિદ્ધિઓની સ્મૃતિઓને વાગોળી હતી.

ગુજરાતના લોકોની ભાવનાઓને યાદ કરી હતી અને તેની સાથે ગુજરાત સદાય સમૃદ્ધ થતું રહે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગસાહસિકતા ગુજરાતીઓની રગેરગમાં પડી છે. વિકાસના મૂલ્યો સાથે ગુજરાત સમૃદ્ધ થતું રહે. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના અવિસ્મરણીય પ્રસંગે હું રાજ્યના લોકોની નોંધપાત્ર સિદ્ધિઓ, તેમની ઉદ્યોગસાહસિકતાની સાથે સાંસ્કૃતિક વારસાને યાદ કરું છુ. તેની સાથે ગુજરાતીઓ આ ગૌરવગાથામાં ઉમેરો કરતા રહે તેવી આશા સેવું છું.

CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી

ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતની સ્થાપનામાં યોગદાના આપનારા બધા ગુજરાતીઓને વંદન છે. ગુજરાતને ગૌરવશાળી બનાવનારા બધા ગુજરાતીઓ વંદનીય છે. આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ છે. આ પુણ્યધરા છે. અહીં પ્રકૃતિની મહેર, સાધુસંતોનું તપોબળ અને શૂરવીરોની શૂરવીરતા તથા ઉદ્યોગસાહિકતા છે. આપણે બધાએ હવે સહિયારા પુરુષાર્થથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું છે. ગુજરાત સ્થાપના દિન ગુજરાતીઓનો ગૌરવ દિવસ બની રહે તે આપણે જોવાનું છે. ગુજરાતની વિકાસગાથામાં આજે પણ યોગદાન આપી રહેલા બધા વંદનીય છે.

ગુજરાત આજે વિકાસના દરેક મોરચે હરણફાળ ભરી રહ્યુ છે. આ બધુ ગુજરાતીઓના સહિયારા પુરુષાર્થથી જ શક્ય બન્યું છે. ગુજરાતીઓની અગમ દ્રષ્ટિ, દૂર સુધી વિચારવાની ક્ષમતા તથા કથીરને કંચન બનાવવાની ક્ષમતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ,  પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ

આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો

આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ