GI Tag/ કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ,  પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ

કચ્છની પ્રાદેશિક કળા અજરખને GI (જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન) ટેગ મળ્યો છે. અજરખ કળા આ ટેગ મળતા કારીગરોમાં ખુશી જોવા મળી. 

Gujarat Trending
Beginners guide to 2024 04 29T141015.076 કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ,  પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ

ગુજરાતના લોકોના આનંદમાં વધારો થયો છે. કચ્છની પ્રાદેશિક કળા અજરખને GI (જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન) ટેગ મળ્યો છે. અજરખ કળા આ ટેગ મળતા કારીગરોમાં ખુશી જોવા મળી.   કારણ કે અજરખના કારીગરો છેલ્લા 10 વર્ષથી પ્રદેશની વિશિષ્ટ ઓળખ એવી આ કળા માટે GI ટેગ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.  બજારમાં છેલ્લા ઘણા સમયથી અજરખનું નકલી માર્કેટ ઉભું થતા કારીગરો દ્વારા ટેગ મેળવવા માંગ કરવામાં આવી હતી. અજરખના કારીગરોની મહેનત અને પ્રયાસ રંગ લાવ્યા છે. કચ્છી હસ્તકળા અજરખને GI ટેગ મળતા નવી ઓળખ સાથે કળાના વારસાની સાચવણી થશે.

જીઆઈ ટેગ સર્ટિ

5000 વર્ષ જૂની છે આ કળા

કહેવાય છે કે આ અજરખ કળા 5000 વર્ષ જૂની છે. કચ્છના સિંઘ, બાડમેર અને કચ્છ વિસ્તારમાં આ કળા વધુ પ્રચલિત છે. કચ્છના ભરતકામ અને બાંધણીકામ બાદ ખત્રી મુસ્લિમ સમાજની પરંપરા એવી અજરખ કળા એ સૌથી વધુ પ્રચિલત કળા છે. કચ્છના અજરખપુર, ધમડકા અને ખાવડા મૂળ ત્રણ ગામમાં અજરખના કારીગરો છે. આ કારીગરોના વંશજો 400 વર્ષ પહેલા રાજા રાવ ભારમલજીના આમંત્રણથી કચ્છમાં આવ્યા અને ભુજના ધમડકામાં સ્થાયી થયા હતા. ત્યાંની સ્થાનિક ભાષામાં અજરખનો અર્થ ‘આજે જ રાખો’ એવો થાય છે. એટલે કે આ કળામાંથી બનતા પોશાક અને અન્ય વસ્તુઓ એટલી સુંદર હોય છે કે તમને તરત જ ખરીદી કરવાનું મન થાય છે. કચ્છમાં અજરખનો ઉદભવ આમ તો બારમી સદીમાં થયો હોવાનું મનાય છે. આ કળા મૂળ જેસલમેરમાંથી 12મી સદીમાં કચ્છમાં સ્થાનાંતર થઈ હોવાનું કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે. હાલમાં અજરખની પ્રિન્ટ કચ્છના ધમડકા અને ખોલડામાં થાય છે.

કચ્છની અજરખ કળાને મળ્યું GI ટેગ, કારીગરોને થશે ફાયદો, નકલી અજરખ સામે કાર્યવાહી કરી શકાશે

કચ્છની હસ્તકળા વિશ્વવિખ્યાત છે અને અહીં લોકો વિદેશમાંથી આ કળાની નોંધ લેતાં પુસ્તકો અને ચિત્રો વિશે લખે છે ત્યારે આજે પણ આ કળાને કચ્છમાં તેટલું જ મહત્વ અપાઈ રહ્યું છેગુજરાતનો કચ્છ પ્રદેશ તેના રણ વિસ્તાર અને હસ્તકળાને લઈને વિશિષ્ટ ઓળખ ધરાવે છે. કચ્છમાં જુદી-જુદી હસ્તકળાઓ પ્રચલિત છે.  અજરખ ઉપરાંત કચ્છનું ભરતકામ, બાંધણીકામ, પેચવર્ક, રંગીન સંઘાડાકામ, રંગછાપની કળા, માટીકામ, મડવર્ક, હાથવણાટ જેવી અનેક કળાઓ હંમેશા  દેશ ઉપરાંત વિદેશમાં પણ વધુ લોકપ્રિય છે.  આમ તો સમગ્ર કચ્છનું ભરતકામ વખણાય છે પણ તે છતાં આહિર ભરત પણ વધુ પ્રચલિત થયું છે. આહિર ભરત એ ખાસ આહિર જાતિ દ્વારા ઝીણું ઝીણું ભરવામાં આવતું ભરતકામ છે.

અજરખની બનાવટ

અજરખમાં કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ આ કળાની વિશિષ્ટ ઓળખ ભૌમિતિક ડિઝાઈનમાં બ્લોક પ્રિન્ટીંગ કરાય છે. ઉપરાંત કપડાંની બંને બાજુ અજરખ કળાની પ્રિન્ટ કરવામાં આવતી આ કળાની અદભૂત કારીગરી છે. મોટાભાગે અજરખમાં પરંપરાગત બ્લુ, લાલ અને કાળા રંગમાં સુતરાઉ, કોટન, વુલન અને સિલ્કના કપડા પર પ્રિન્ટ કરાય છે.  અજરખ પ્રિન્ટ બનાવવા માટે દાડમના બીજ, ગમ, હરડે પાવડર, લાકડું, કાચિકાનો લોટ, ધાવડીના ફૂલ, એલિઝાનાઈન અને ઇન્ડિગો જેવી સામગ્રીનો ઉપયોગ કરાય છે. કપડા પર બ્લોક વડે છાપકામ કરી તડકામાં સુકવણી કર્યા બાદ કપડા પર રંગાટ કામ કરાય છે. અજરખ પર પ્રિન્ટ બનાવવાની પદ્ધતિ વધુ લાંબી છે પરંતુ કુદરતી રંગોના ઉપયોગના કારણે તે લોકોને વધુ આકર્ષે છે.

ખારેક બાદ કચ્છી કળા 'અજરખ'ને પણ GI ટેગ મળ્યો - Gujarat Mirror

લુપ્ત થતી કળા બની પ્રચલિત

સામાન્ય રીતે અજરખ કળા કચ્છના પ્રદેશમાં વધુ પ્રચલિત હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને વિદેશના આર્ટ વિદ્યાર્થીઓએ આ કળામાં રુચિ લેતા તેની બોલબાલા વધી છે અને સમય જતા તેની માંગમાં વધારો થવા લાગ્યો છે. માંગ વધતા બજારમાં નકલી કળા જોવા મળતા અજરખના કારીગરો દ્વારા આ કળા માટે GI ટેગની માંગ કરાઈ હતી.  જે હવે પૂર્ણ થઈ છે. આ કળાને GI ટેગ મળતા હવે તે રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બજારમાં પોતાની શૈલીમાં જ ઉપલબ્ધ થશે. ફેશન સ્ટાઈલિસ્ટ ઉપરાંત ફિલ્મી કલાકારો પણ અજરખ કળાના દિવાના છે. અજરખ કળાને GI ટેગ મળતા હવે બજારમાં નકલી કળાનો કારોબાર કરનારા મુશ્કેલીમાં મૂકાશે અને તેના કારીગરોને તેમની મહેનત પ્રમાણેનું મુલ્ય મળશે.

અન્ય વસ્તુઓને પણ મળ્યું છે GI ટેગ

ગુજરાતના કચ્છની અજરખ કળા સિવાય અગાઉ ખંભાતના અકીક વર્ક, ભાલીયા ઘઉં, ગેરની કેસર કેરી, જામનગરની બાંધણી, કચ્છની શાલ, કચ્છનું ભરતકામ પાટણના પટોળા અને પેથાપુરના વુડન બ્લોક પ્રિન્ટને GI ટેગ પ્રાપ્ત થયું છે. દરેક રાજ્ય કે પ્રાંત કોઈ ને કોઈ વસ્તુ કે કલા માટે પ્રખ્યાત હોય છે. GI ટેગ કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર કે ગામમાં ઉત્પાદિત થતી અથવા બનતી કોઈ ખાસ વસ્તુને આપવામાં આવે છે. એવી વસ્તુ કે જે કોઈ નિશ્ચિત ગામ કે એરિયામાં જ બનતી હોય અથવા ઉત્પાદિત થતી હોય, બીજે ક્યાંય બનતી ન હોય; તેમજ તે વસ્તુ કોઈ વિશેષ ગુણવત્તા ધરાવતી હોય અને જે તે વિસ્તાર તે વસ્તુ માટે પ્રખ્યાત હોય તેને આપવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટકના ભાજપના સાંસદ વી. શ્રીનિવાસ પ્રસાદનું નિધન

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે સુનાવણી

આ પણ વાંચો:છઠ્ઠા તબક્કા માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે