Canada/ ખાલિસ્તાન જીંદાબાદના નારા પર મલકાતા દેખાયા કેનેડીયન પીએમ

ખાલિસ્તાન જીંદાબાદના નારા પર મલકાતા દેખાયા કેનેડીયન પીએમ

Top Stories World
Beginners guide to 2024 04 29T135558.834 ખાલિસ્તાન જીંદાબાદના નારા પર મલકાતા દેખાયા કેનેડીયન પીએમ

World News : કેનેડાના ટોરન્ટોમાં ખાલિસ્તાન જીંદાબાદની નારેબાજી જોવા મળી છે. પરંતુ આ વખતે ખાલિસ્તાનના સમર્થનમાં આ નારા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોની હાજરીમાં લગાવાયા હતા.

ટુડોએ ખાલસા દિવસ અને શીખ નવા વર્ષને પગલે ટોરન્ટોમાં આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે સમયે હજારો લોકોની ભીડને સંબેધિત કરતા ટુડોએ કહ્યું કે  આજે આપણે અહીં એ યાદ રાખવા માટે એકઠા થયા છે કે કેનેડાની સૌથી મોટી તાકાત તેની વિવિધતા છે. આપણે મતભેદો હોવાછતા એક છીએ. પરંતુ જ્યારે આપણે એ મતભેદોને જોઈએ છે ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે શીખોનું મૂલ્ય કેનેડાનું મૂલ્ય છે.

ટુડોએ કહ્યું કે સચ્ચાઈ, ન્યાય, કરૂણા સેવા અને માનવઅધિકાર એ મૂલ્યો છે, જે શીખ ધર્મનો આધાર છે. આ શીખ કેનેડીયન સમુદાયનું મુલ્ય છે. તેમણે કહ્યું કે તેને કારણે આપણે આપણા સિક્યુરિટી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોગ્રામને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. ગરૂદ્વારા અને પૂજા સ્થળો પર સુરક્ષા વધારી રહ્યા છીએ. તમે કોઈ ડર વિના પોતાના ધર્મનું પાલન કરી શકો છે., જે એક મૂળબૂત અદિકાર છે. એટલા માટે અમે તમારી રક્ષા માટે ઉભા રહીશું.

જ્યારે ટુડો આ સંબોધન કરી રહ્યા હતા ત્યારે ભીડમાંથી ખાલિસ્તાન જીંદાબાદના નારા સંભળાયા હતા. તે સમયે ટુડો મુસ્કારાતા નજરે ચડ્યા હતા. આ રેલીનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે. ટુડોએ પોતાના સંબોધનની શરૂઆત વાહેગૂરૂજી કા ખાલસા, વાહેગુરૂ ફતેહ સાથે કરી હતી. બાદમાં રેલીના આયોજકોએ ટુડોને ભેટ સ્વરૂપ એક તલવાર આપી હતી.

આ કાર્યક્રમમાં ડો સિવાય કંજરવેટિવ પાર્ટીના તેમના ધુરંધર વિરોધી પિઅરે પોલિએવરે અને ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહ પણ મોજુદ હતા. પિએરેએ કહ્યું કે કેનેડામાં શીખ મૂળના 8 લાખ કેનેડીયન નાગરિક છે. અમે હંમેશા તમારા અધિકારો અને આઝાદીની રક્ષા કરીશું. અમે હંમેશા નફરત અને ભેદભાવ વિરૂધ્ધ તમારી રક્ષામાં હાજર રહીશું.

ટુડોએ સંબોધન દરમિયાન ખાલિસ્તાન સમર્થિત શીખોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યાનું કાવતરૂ ઘડવા માટે ભારતીય હાઈ કમિશનર સંજય વર્માને પ્રોસિક્યુટ કરવાની માંગણી કરી હતી. ટુડોના સંબોધનને કારણે શીખ ફોર જસ્ટીસના જનરલ કાઉન્સિલ ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું કે ટુડોનું સંબોધન એ આશ્વાસન આપે છે કે ખાલિસ્તાન સમર્થિત શીખો પાસે પંજાબની આઝાદીની તરફેણ કરવાનો પૂરો અધિકાર છે.

અગાઉ જાન્યુઆરીમાં કેનેડાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે કહ્યું હતું કે ભારત નિજ્જરની હત્યાની તપાસમાં કેનેડા સાથે સહયોગ કરી રહ્યું છે. ગયા વર્ષે કેનેડામાં એક ગરૂદ્વારા નજીક નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. ઘણા વર્ષોથી તે કેનેડામાં રહીને ખાલિસ્તાની આતંકવાદને હવા આપી રહ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓનાં મોત

આ પણ વાંચો:60 વર્ષની આ મહિલાએ રચ્યો ઇતિહાસ, મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો

આ પણ વાંચો:પાકિસ્તાન ભારતમાં થઈ રહેલી લોકસભાની ચૂંટણીને લઈને ચિંતિત