Not Set/ પંજાબમાં પાકિસ્તાનનાં PM ઇમરાન ખાન અને સિદ્ધૂનાં પોસ્ટર લગાવાયા, જાણો શું છે કારણ

પંજાબમાં પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન અને કોંગ્રેસનાં નેતા નવજોત સિંહ સિદ્ધૂનાં પોસ્ટર લાગેલા જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, કરતારપુર કોરિડોરનાં ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા પાકિસ્તાન જતા પહેલા, પંજાબમાં પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન અને કોંગ્રેસનાં નેતા નવજોત સિંહ સિદ્ધુનાં ફોટોગ્રાફ્સવાળા પોસ્ટરો જોવા મળ્યા છે. આ પોસ્ટરોમાં એક તરફ ઇમરાન ખાનની તસવીર છે […]

Top Stories India
Sidhu and Imran Poster પંજાબમાં પાકિસ્તાનનાં PM ઇમરાન ખાન અને સિદ્ધૂનાં પોસ્ટર લગાવાયા, જાણો શું છે કારણ

પંજાબમાં પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન અને કોંગ્રેસનાં નેતા નવજોત સિંહ સિદ્ધૂનાં પોસ્ટર લાગેલા જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, કરતારપુર કોરિડોરનાં ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા પાકિસ્તાન જતા પહેલા, પંજાબમાં પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન અને કોંગ્રેસનાં નેતા નવજોત સિંહ સિદ્ધુનાં ફોટોગ્રાફ્સવાળા પોસ્ટરો જોવા મળ્યા છે. આ પોસ્ટરોમાં એક તરફ ઇમરાન ખાનની તસવીર છે અને બીજી બાજુ સિદ્ધુની તસવીર પંજાબમાં ફરી કોઇ મોટો વિવાદ સર્જે તેવી સંભાવનાઓ છે.

સિદ્ધુ અને ઇમરાનની તસવીરોવાળા પોસ્ટરોમાં બંનેને અસલી હીરો ગણાવ્યા છે. પોસ્ટરો લગાવ્યા પછી ભારતીય જનતા પાર્ટીએ સિદ્ધુને પાકિસ્તાનનો આઈએસઆઈ એજન્ટ કહેલ છે. જો કે, ફોટાઓની ઝડપથી શેર થયા બાદ તેને તુરંત જ દૂર કરવામાં આવ્યા છે. ભાજપનાં પ્રવક્તા રાજેશ હનીએ કહ્યું કે, અમૃતસરમાં પાક વડા પ્રધાન ઇમરાન ખાન સાથે નવજોત સિંહ સિદ્ધુનાં પોસ્ટર લગાવવુ ખોટું છે. કરતારપુર કોરિડોરનું શ્રેય નવજોતસિંહ સિદ્ધુને નહીં પણ કેન્દ્ર સરકારને જાય છે.

રાજેશ હનીએ કહ્યું કે, પોસ્ટરમાં ઇમરાન ખાન અને નવજોત સિદ્ધુને હીરો કહેવામાં આવ્યા છે. સિદ્ધુ અગાઉ પણ આઈએસઆઈનાં એજન્ટ તરીકે કામ કરતા હતા અને આજે પણ કરી રહ્યા છે. સિદ્ધુ દેશદ્રોહી છે અને આઈએસઆઈનો હાથે રમી દેશનું વાતાવરણ બગડી રહ્યા છે. મળતી માહિતી મુજબ, વેરકાનાં કાઉન્સિલર માસ્ટર હરપાલસિંહે આ પોસ્ટરો લગાવ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. તેમણે કહ્યું કે હું કરતારપુર કોરિડોર માટે પ્રયત્ન કરનારા બંને નેતાઓને અભિનંદન આપવા માંગુ છું, આ જ કારણે તેમણે આ પોસ્ટરો લગાવ્યા છે. વળી, હરપાલસિંહે કહ્યું કે બુધવારે વધુ પોસ્ટરો લગાવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.