Alert!/ અમે પોલીસ છીએ અને તમારા પર પોલીસ કેસ થયો છે આવો ફોન આવે તો ચેતીજજો કારણ કે, સુરતના એક વ્યક્તિએ 14 લાખ ગુમાવ્યા, તો સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે 3 આરોપીની ધરપકડ કરી

જો કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે અને તમારા પર કેસ થયો છે તેવું કહે તો ચેતી જજો કારણકે કેસની વાત સાંભળીને ડરી ગયા તો થઈ જશો સાયબર ફ્રોડના શિકાર કારણ કે, આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.

Top Stories Gujarat Surat
Surat

@અમિત રૂપાપરા

જો કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે અને તમારા પર કેસ થયો છે તેવું કહે તો ચેતી જજો કારણકે કેસની વાત સાંભળીને ડરી ગયા તો થઈ જશો સાયબર ફ્રોડના શિકાર કારણ કે, આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં ફરિયાદીને આરોપીઓએ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ડોક્યુમેન્ટનો દુરુપયોગ થવાથી કેસ થયો છે તેવું કહી 14 લાખ કરતા વધારે રૂપિયાની રકમ પડાવી લીધી પરંતુ સુરત સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે 3 આરોપીની અમદાવાદથી ધરપકડ કરી તેમના બેંક એકાઉન્ટમાં રહેલ 8,10,200 રૂપિયા ફ્રીઝ કરાવ્યા હતા.

વર્તમાન સમય ટેકનોલોજી નો સમય છે અને ટેકનોલોજી સાથે લોકો પણ હવે અપગ્રેડ થઈ રહ્યા છે. ટેકનોલોજીની સાથે હવે ગઠિયાઓ પણ અલગ અલગ રીતો અપનાવી લોકોને સાયબર ક્રાઈમના શિકાર બનાવતા હોય છે અને લોકો પાસેથી લાખો રૂપિયાની રકમ પડાવી લેતા હોય છે. ત્યારે લોકો સાયબર ફ્રોડના શિકાર ન થાય એટલા માટે પોલીસ દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા સાઇબર સંજીવની રથ થકી લોકોમાં સાયબર ક્રાઇમ અવેરનેસ લાવવામાં આવી રહી છે અને સાઇબર ક્રાઇમના ભોગ બનેલા લોકોને પોતાની રકમ પણ સાયબર ક્રાઈમ પોલીસ મહેનત કરીને પરત અપાવી રહી છે. ત્યારે સુરતમાં એક વ્યક્તિએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે.

ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને 5 એપ્રિલ 2023ના રોજ વોટ્સએપ પર ફેડેક્ષ કુરિયર કંપનીમાંથી મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ અન્ય એક નંબર પરથી વિડીયો કોલ આવ્યો હતો અને વિડીયો કોલમાં એક વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં દેખાઈ રહ્યો હતો. તેની પાછળ ગોરેગાંવ પોલીસ સ્ટેશનનું બોર્ડ દેખાઈ રહ્યું હતું અને વાત કરનાર વ્યક્તિ તથા અન્ય વ્યક્તિઓએ ફરિયાદી સાથે વાતચીત કરી પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી.

પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી રહેલા ગઠિયાઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે, તમારા નામથી ફેડેક્ષ કુરિયર કંપનીમાંથી એક પાર્સલ કેનેડા મોકલવામાં આવ્યું છે. જેમાં તમારા નામના ડોક્યુમેન્ટનો ઉપયોગ થયો છે અને આનાજ કારણે તમારા પર સાયબર ક્રાઇમ ઇન્કમટેક્સ અને નાર્કોટિક્સની કલમ હેઠળ અલગ અલગ પ્રકારના કેસો બનશે અને જો તમારે આ કેસથી બચવું હોય તો કોર્ટમાંથી તમારે આગોતરા જામીન લેવા પડશે.

પોલીસ કેસ થયાની વાત સાંભળીને ફરિયાદી ડરી ગયા હતા અને તે જ સમયે ગઠિયાઓએ ફરિયાદીને કહ્યું હતું કે જો તમારે આગોતરા જામીન લેવા હોય તો વકીલની ફી ટ્રાન્સફર કરવી પડશે. આ ગઠીયાઓએ વકીલની ફી પેટે ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 14,76,700 ટ્રાન્સફર કરાવી દીધા હતા. એટલે કે પોલીસ તરીકેની જ ખોટી ઓળખ આપીને આરોપીઓએ ફરિયાદી સાથે 14,76,700ની છેતરપિંડી કરી હતી. આ મામલે ફરિયાદીને પોતે અંતે છેતરાય હોવાનું માલુમ થતા તેમને સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો.

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીમાં રજા અહેમદ પઠાણ, મોહમ્મદ જાવેદ શેખ અને મોહમ્મદ આલિશ શેખનો સમાવેશ થાય છે આ ત્રણેય આરોપીઓ અમદાવાદના રહેવાથી છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીની ધરપકડ કરી તેમના અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રહેલા 8,10,200 રૂપિયાની રકમ ફ્રિઝ કરાવવામાં આવી હતી.

આ પણ વાંચો:Mahuva MC/ભાવનગરની મહુવા નગરપાલિકાએ છ વર્ષના માસૂમ બાળકનો જીવ લીધો

આ પણ વાંચો:બદલી/નગરપાલિકાના 26 ચીફ ઓફિસરોની સામુહિક બદલીના આદેશ

આ પણ વાંચો:ક્રાઈમ/જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…