બદલી/ નગરપાલિકાના 26 ચીફ ઓફિસરોની સામુહિક બદલીના આદેશ

ચીફ ઓફિસરોએ તાત્કાલિક બદલીના સ્થળ પહોંચીને ચાર્જ સંભાળી લેવો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે

Top Stories Gujarat
3 1 નગરપાલિકાના 26 ચીફ ઓફિસરોની સામુહિક બદલીના આદેશ
  • નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની સામૂહિક બદલી
  • નગરપાલિકામાં ફરજ બજાવતા 26 ચીફ ઓફિસરોની બદલી
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બદલી
  • ચીફ ઓફિસરોએ તાત્કાલિક બદલી સ્થળે પહોંચવાના આદેશ

ગુજરાતમાં બદલીનો દોર યથાવત જોવા મળ્યો છે. નગરપાલિકાના ચીફ ઓફિસરોની સામુહિક બદલી કરતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આ બદલીના આદેશથી અનેક ચીફ ઓફિસરોમાં ખુશીની લાગણી છે તો બીજી તરફ  ઘણા અધિકારીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. નગરપાલિકાના 26 ચીફ ઓફિસરોની બદલીના આદેશ  આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એવો પણ આદેશ આપવામાં આવ્યો છે, ચીફ ઓફિસરોએ તાત્કાલિક બદલીના સ્થળ પહોંચીને ચાર્જ સંભાળી લેવો. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાં બદલીનો અવિરત દોર ચાલુ છે તો સરકારી વિભાગમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કે હવે કયા વિભાગમાં બદલની આદેશ આપવામાં આવશે.