Video/ જંબુસરની ઢાઢર નદીમાં એકસાથે દેખાયા 25 મગરો, સ્થાનિકો ફફડાટ

જંબુસરની ઢાઢર નદીમાં 25 મગરો દેખાયા છે. 25 મગરના દ્રશ્યથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. બ્રિજ પરથી લોકોએ વિડીયો કેદ કર્યો હતો.

Gujarat Others
મગરો
  •  ભરૂચઃ ઢાઢર નદિમાં મગરોનો વીડિયો વાયરલ
  • જંબુસરની ઢાઢર નદીમાં 25 મગરના દ્રશ્ય
  • 25 મગરના દ્રશ્યથી સ્થાનિકોમાં ભય
  • બ્રિજ પરથી લોકોએ કર્યો વીડિયો કેદ

ભરૂચ જિલ્લાની ઢાઢર નદિમાં મગરોનો વીડિયો વાયરલ થયો છે. જંબુસરની ઢાઢર નદીમાં 25 મગરો દેખાયા છે. 25 મગરો ના દ્રશ્યથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. બ્રિજ પરથી લોકોએ વીડિયો કેદ કર્યો હતો. ત્યાર બાદ વીડિયો સોશિયલ મીડિયામાં  વાયરલ થઈ રહ્યો છે. આ મગર ઉનાળા સમયમાં નદીમાં પાણી ઓછું થાય ત્યારે છીછરા પાણીમાં નજરે પડે છે તો ચોમાસાની ઋતુમાં નદી જયારે કિનારા ફાંગી જાય છે ત્યારે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બને છે. આ સમય બાદ આસપાસની ખાડીઓ અને ખેતરોમાં મગર નજરે પડવાના કિસ્સા બનતા રહે છે.

આમોદ નજીક ઢાઢર નદીના પૂલનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોએ ભારે કુતુહુલ સર્જ્યું છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે ઢાઢર નદીમાં મગરોનું વિશાલ જૂંડ પૂલ નીચેથી પસાર થઇ રહ્યું છે. આ જૂંડમાં એક બે નહિ પરંતુ 20 થી 25 મગરો ઢાઢર નદીના પૂલ નીચેથી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જઈ રહ્યું છે.

આ પણ વાંચો: ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં મહિલાને અન્ય બ્લડ ગ્રુપનું લોહી ચડાવતા મોત, પરિવારે

આ પણ વાંચો:આયેશાની જેમ જ વીડિયો બનાવીને મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, આ રીતે બચ્યો જીવ

આ પણ વાંચો:આજે દિલ્હી દરબારના મહેમાન બનશે રાજકારણ ‘નરેશ’ : પટેલ સસ્પેન્સ ક્રિએટર

આ પણ વાંચો:મહેસાણામાં ટ્રક ચાલકે અડફેટમાં લેતા GRD જવાનનું મોત