દુર્ઘટના/ વડોદરામાં ત્રણ વર્ષના બાળકનું પાણીની નીકમાં પડી જતા મોત, ખાનગી પાર્ટી દરમિયાન બની ઘટના

પોતાના અંગત આનંદમાં વ્યસ્ત મા-બાપ અને પરિજનો માટે પણ આ આંખ ઉઘડનારો કિસ્સો, મ્યુઝીકલ પાર્ટીના શોર વચ્ચે માતાપિતા ભૂલ્યા બાળકને, પરિણામ…..

Top Stories Gujarat Vadodara
Untitled 44 16 વડોદરામાં ત્રણ વર્ષના બાળકનું પાણીની નીકમાં પડી જતા મોત, ખાનગી પાર્ટી દરમિયાન બની ઘટના
  • વડોદરામાં ત્રણ વર્ષના બાળકનું મોત
  • પાણીની નીકમાં પડી જતા બાળકનું મોત
  • શહેરના અલકાપુરી વિસ્તારની હોટલની ઘટના
  • ખાનગી પાર્ટી દરમિયાન બની ઘટના
  • સમગ્ર મામલે પોલીસ કરી શકે છે વધુ તપાસ

વડોદરા શહેરમાં ત્રણ વર્ષની બાળકનું પાણીની નીકમાં પડી જવાથી મૃત્યુ થવાની ઘટના બની છે.  સમાજમાં ચોકાવનારો કિસ્સો કહી શકાય તેવો આ બનાવ વડોદરા શહેરની અલકાપુરી વિસ્તારમાં આવેલી પ્રીમિયમ કક્ષાની ખાનગી હોટલમાં બન્યો છે.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો મળતી માહિતી પ્રમાણે શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ હોટલની લોનમાં એક ખાનગી મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના જ કેટલાક આમંત્રિત મહેમાનો પણ આ પાર્ટીની મોજ માણી રહ્યા હતા.  મ્યુઝિકલ પાર્ટીની મજામાં વ્યસ્ત આમંત્રિત મહેમાનોને જરા પણ અંદાજો નહોતો કે આ મોજ વચ્ચે એક દુઃખદ ઘટના પણ બનવાની છે.

આમંત્રિત મહેમાનો માના એક પરિવારનો ત્રણ વર્ષનો દીકરો હોટલની જ આ લોન ગાર્ડનની બાજુની જગ્યા આવેલી પાણીની નીકમાં પડી જતા ફસાઈ ગયો હતો. અને ત્યાં જ તેનું મૃત્યુ થઈ હોવાની વિગતો મળી છે. મહત્વની વાત છે કે મ્યુઝીકલ પાર્ટીના શોર અને ઘોંઘાટ વચ્ચે આ ઘટના બનવાની જાણ કોઈને થઈ નહીં અને એક પરિવારે પોતાના ત્રણ વર્ષનો બાળક ગુમાવવો પડ્યો. સમગ્ર બાબતને લઈને હજુ મૃતક બાળકના પરિજનો દ્વારા કોઈ વિશેષ ફોજદારી બાબતને આગળ વધારવામાં આવી નથી. પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મોટી હોટલના માલિકો સામે આ ઘટનાને પગલે પોલીસ પણ તપાસ કરી રહી હોવાની વિગતો મળી છે.

જો કે એક તરફ ખાનગી પાર્ટીના આયોજનને પગલે મ્યુઝિકના શોર અને ઘોંઘાટમાં વ્યસ્ત આમંત્રિત મહેમાનોની જાણ બહાર બનેલી આ દુઃખદ ઘટનાને લઈને બાળકના પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો છે.  ત્યારે પાણીની નિક શા માટે ખુલ્લી રાખવામાં આવી હતી સાથે શું ખરેખર આ સમગ્ર ઘટનામાં હોટલ સંચાલકોની કોઈ ખાસ મોટી ભૂલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ થવી આવશ્યક છે.  સાથે પોતાના અંગત આનંદમાં વ્યસ્ત મા-બાપ અને પરિજનો માટે પણ આ આંખ ઉઘડનારો કિસ્સો છે. બાળકોનું ધ્યાન રાખવું અને આવા ખાનગી કાર્યક્રમોમાં પોતાના આનંદમાં વ્યસ્ત રહેવા કરતાં વધારે બાળકો તરફ નજર રાખવી પણ જરૂરી બને છે ત્યારે હાલ તો સમગ્ર ઘટનાને પગલ વડોદરા શહેરની એક ખાનગી હોટલ પર પણ ક્યાંક ને ક્યાંક બદનામીના છાંટા ઉડી રહ્યા છે ત્યારે એક પરિવારે પોતાના ત્રણ વર્ષના બાળકને ગુમાવવાનું વારો આવ્યો છે