કોંગ્રેસે મધ્યપ્રદેશ માટે બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસની બીજી યાદીમાં 88 ઉમેદવારો છે. પાર્ટીએ ત્રણ બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે.કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી દીધી છે.મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 17 નવેમ્બરે મતદાન થવાનું છે. તમામ પક્ષોએ જીત માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. એક રીતે કોંગ્રેસ ફરી એકવાર રાજ્યમાં સત્તામાં આવવાનો દાવો કરી રહી છે
Congress releases the list of party candidates for 88 constituencies for the #MadhyaPradeshElections2023. pic.twitter.com/LGNCWpbZ9C
— Press Trust of India (@PTI_News) October 19, 2023
ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ નર્મદા પ્રજાપતિની ટિકિટ રદ કર્યા પછી, કોંગ્રેસે તેમને ફરીથી ગોટેગાંવથી મેદાનમાં ઉતાર્યા છે. પ્રથમ યાદીમાં પ્રજાપતિની ટિકિટ રદ કરવામાં આવી હતી, પરંતુ દબાણને કારણે કોંગ્રેસે બીજી યાદીમાં ગોટેગાંવમાંથી ઉમેદવાર બદલીને પ્રજાપતિને બીજી તક આપી હતી. મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે અને મતગણતરી 3જી ડિસેમ્બરે થશે.