અમદાવાદ/ નરોડામાં પોલીસની પ્લેટવાળી સ્વીફટ કારે પાંચ લોકોને અડફેટમા લીધા,વાહન ચાલક ફરાર

અમદાવાદ નરોડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.કાર ચાલકે પુર ઝડપે કાર હંકારીને પાંય લોકોને હડફેટમાં લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે

Top Stories Gujarat
14 4 નરોડામાં પોલીસની પ્લેટવાળી સ્વીફટ કારે પાંચ લોકોને અડફેટમા લીધા,વાહન ચાલક ફરાર

અમદાવાદ નરોડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.કાર ચાલકે પુર ઝડપે કાર હંકારીને પાંય લોકોને હડફેટમાં લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસારઅમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હંસપુરા બસ સ્ટેન્ડ પાસે 10 સપ્ટેમ્બરની રાતે GJ01 KH 5125 નમ્બરની પોલીસની પ્લેટ વાળી સ્વીફ્ટ કારે ત્રણ બાળકો અને બે સિનિયર સીટીઝનને ફંગોળી વાહન ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો છે, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કારે  અડફેટમાં લીધા બાદ વાહન મૂકીન વાહન ચાલક ફરાર થઇ ગયો છે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને હાલ અક્સમાતનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.