સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન સુરત એસઓજી પોલીસે ફરી એક વખત ડ્રગ્સના જત્થા સાથે કુખ્યાત ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુજ્જરની પત્નીને ઝડપી પાડવામાં આવી છે. એમ.ડી ડ્રગ્સના વેપલામાં જેલમાં બંધ ઇસ્માઈલ ગુર્જરની પત્ની હીનાને 50 લાખની કિંમતના એમ.ડી ડ્રગ્સ સાથે સુરત પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ(એસઓજી) એ ઝડપી પાડી હતી. પતિ જેલમાં હોવાથી તેની ગેરહાજરીમાં હીના તેનું ડ્રગ્સનું નેટવર્ક ચલાવતી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત પોલીસના એસ.ઓ.જીની ટીમે રાંદેર વિસ્તારમાં ડ્રગ્સ માફિયા ઇસ્માઈલ ગુર્જરના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે ઇસ્માઈલના ઘરેથી 50 લાખની કિંમતનું 500 ગ્રામ એમ.ડી. ડ્રગ ઝડપી પાડ્યું હતું. આ ઘટનામાં પોલીસે ડ્રગ્સ માફિયા ઇસ્માઈલ ગુર્જરની પત્ની હીનાની ધરપકડ કરી છે. ઈસ્માઈલ ગુર્જરની સુરત પોલીસે અગાઉ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી અને તે હાલ લાજપોર જેલમાં બંધ છે. તેની ગેરહાજરીમાં તેની પત્ની ડ્રગ્સનો કારોબાર સંભાળતી હોવાની માહિતી મળી હતી. ડ્રગ્સનો જથ્થો હોવાની પાકી માહિતી મળતાં શનિવારે એસઓજીએ ઇસ્માઈલને ત્યાં સપાટો બોલાવ્યો હતો. અને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઇસ્માઈલની પત્નીને ઝડપી પાડી હતી. આ કિસ્સામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાનો પતિ ઇસ્માઇલ મુંબરખ શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ડ્રગ્સના ગુનામાં લાજપર જેલમાં સજા કાપી રહ્યો છે. પતિ જેલમાં ગયા બાદ હીનાએ ડ્રગ્સનો ડ્રગ્સનું કારોબાર શરૂ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે હીનાની પણ ધરપકડ કરી જેલના પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીના પતિ ઈશ્માઇલ વિરુદ્ધ 302, અને બે 307ના કેસો નોંધાયા છે. એમને એક વખત પાસાં હેઠળ જૈલમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે આવા જાણીતા ગુનેગારો આ જેલમાં છે ત્યારે તેમની જગ્યા ઉપર તેમના માણસો અને તેમની પત્ની ફરીથી આવા વેપાર શરૂ કરવાનો પ્રયાસ કરતા આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કુલ 507 ગ્રામ MD ડ્રગ્સ 10 હજાર વેચાણના રૂપિયા એમ કુલ મળીને 51 લાખ 30 હજાર રૂપિયાનો મુદ્દામાલ સાથે હિનાની ધરપકડ કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું કે સુરત પોલીસની આ ઝુંબેસ દ્વારા અત્યાર સુધી 15 કરોડથી વધારે કિંમતની ડ્રગ્સ પકડવામાં આવી છે. જેમાં 85 કેસો કરવામાં આવ્યા છે. જે ભૂતકાળના કેસોની સંખ્યા કરતાં વધારે છે. ફુલ 257 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઓડિસાના 57, મહારાષ્ટ્રના 25, રાજસ્થાનના 21, નાઈઝેરીયન જે મુંબઈમાં રહેતા હતા એમાં 1, મધ્યપ્રદેશમાં 1, હિમાચલપ્રદેશના 5 અને સુરત શહેર અને ગુજરાતના બીજા જિલ્લાઓ મળીને કુલ 147 એમ કુલ 257 જેટલાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ
આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ
આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો
આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો
