હાલ જળ એજ જીવન,તેમજ જળ છે તો જીવન છે, તેવા પાણી બચાવવા માટેના સ્લોગનો આપડે ઘણી બધી જગ્યાઓ પાર જોતા હોઈએ છીએ ત્યારે ભાવનગરમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની અછત અનુભવાઈ રહી છે.તેની વચ્ચે કોર્પોરેટર બાબુમેર બેફામ રીતે લોકો જોડે વાત કરતા જોવા મળ્યા. એક તરફ ભાવનગરના 13 માંથી 6 ડેમો શુસ્ક પડ્યા છે ત્યારે બીજી બાજુ પાણીની પાઇપલાઈન તૂટી જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
કોર્પોરેટરની મનમાની
લોકોએ તેની જાણ કોર્પોરેટરને કરતા તેઓ કામ કરવાને બદલે પોતાની મનમાની ચલાવી હતી. પાણીનો આટલો મોટો પ્રસન્ન હોવા છતાં તેઓ તેનો કોઈ નિકાલ લાવવાના બદલે ત્યાં કવરેજ માટે ગયેલા પત્રકારો સામે વિચાર્યા વિના બોલવા લાગ્યા હતા. જેમાં તેમને મીડિયા વિશે અપશબ્દો બોલ્યા હતા. તથા મીડિયા દ્રારા કંઈ થઈ શકે તેમ નથી તેવું કહ્યું હતું.
રોડ ખોદકામ દરમિયાન પાણીની પાઇપલાઈન તૂટી
જાણવા મળી રહ્યું છે કે રોડનું ખોદકામ કરતી વખતે પાણીની પાઇપલાઈન તૂટી ગઇ હતી. જેથી લોકોએ કોન્ટ્રેક્ટર તરફ રોષ વ્યક્ત કર્યો હતો. પાઇપલાઈન તૂટતાં લોકોને પાણી વગર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેની વચ્ચે કોર્પોરેટનો મીડિયા સામે વિચાર્યા વિના મનમાં આવે તેવું બોલ્યા હતા અને સ્થાનિક લોકો ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો:અમદાવાદમાં આઇપીએલ પ્રેક્ષકો માટે મેટ્રો રાત્રે દોઢ વાગ્યા સુધી દોડશે
આ પણ વાંચો:જાણો, ગુજરાતમાં ક્યાં બનાવવામાં આવ્યું વિશ્વનો સૌથી મોટો વડાપાવ, આટલા કિલોગ્રામ છે વજન
આ પણ વાંચો:PMO ઓફિસર બનીને ફરતા ઠગ કિરણ પટેલની પત્નીની ધરપકડ, જાણો શું છે આરોપ
આ પણ વાંચો:રાહુલ ગાંધી મુદ્દે ગુજરાત વિધાનસભામાં હોબાળો,કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગૃહમાંથી સસ્પેન્ડ
આ પણ વાંચો:જેલમાં ગંજેરીઓની ભરમાર, વિવિધ જેલોમાંથી કેફી પર્દાર્થો મળી આવ્યા
